શોધખોળ કરો

Banaskantha: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ, સી.આર.પાટીલ અને મુકુલ વાસનિક કરશે પ્રચાર

વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ચૂંટણી પ્રચારમાં જોડાશે

Banaskantha: વાવની પેટાચૂંટણીનો જંગ જીવતા ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજોએ પ્રચારનો મોરચો સંભાળ્યો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાભરમાં આજે પ્રચંડ પ્રચાર કરશે તો મુકુલ વાસનિક વાવમાં સભા ગજવશે. વાવ પેટાચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના સંગઠન પ્રભારી પણ મેદાનમાં ઉતરશે.

વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ચૂંટણી પ્રચારમાં જોડાશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે ભાભરમાં વાવ વિધાનસભાના કાર્યકર્તાઓની સાથે બેઠક કરશે.

વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી પણ આજે શક્તિ પ્રદર્શન કરશે. સમર્થકો સાથે બાઈક રેલી યોજ્યા બાદ ધ્રચાણા ગામે સભા સંબોધશે. વાવ પેટાચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના સંગઠન પ્રભારી પણ મેદાનમાં ઉતરશે. પ્રભારી મુકુલ વાસનિક આજે વાવમાં સભા સંબોધશે. કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા પણ ઉપસ્થિત રહેશે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના કોતરવાડા ગામે બેઠક યોજી હતી. ઠાકોર સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને વાવ બેઠકના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જીતાડવા અપીલ કરી હતી.

ક્યારે યોજાશે પેટાચૂંટણી

વાવ વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર આગામી 13 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23 નવેમ્બરે પરિણામ આવશે. વાવ વિધાનસભા બેઠક પર નજર કરીએ તો વાવ બેઠક પર કુલ 3 લાખ 10 હજાર 681 મતદારો છે. જેમાંથી 1 લાખ 61 હજાર 293 પુરુષ મતદારો છે જ્યારે 1 લાખ 49 હજાર 387 મહિલા મતદારો છે. 321 મતદાન મથકો પર કુલ 1 હજાર 412 અધિકારીઓ ચૂંટણી ફરજ પર રહેશે. પેટા ચૂંટણીમાં સભા,રેલી સરઘસ કાઢવા માટે મંજૂરી લેવી પડશે. વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં  સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા.   

સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાં સ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.            

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?PM Modi In Gujarat:PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ | Abp Asmita | 7-3-2025Ahmedabad: અમદાવાદીઓને મોટી ભેટ, પકવાનથી ઈસ્કોન ચાર રસ્તા સુધીનો રસ્તો બનશે ડસ્ટ ફ્રીRahul Gandhi In Gujarat: રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
China Foreign Minister: ચીને જાપાનને અપાવી હિરોશિમા-નાગાસાકીની યાદ, પરમાણુ બોમ્બ ફેંકવાની આપી ધમકી આપી
China Foreign Minister: ચીને જાપાનને અપાવી હિરોશિમા-નાગાસાકીની યાદ, પરમાણુ બોમ્બ ફેંકવાની આપી ધમકી આપી
Gold Rate Today : સસ્તું થયું સોનું, ચાંદીની કિંમતમાં પણ ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ 
Gold Rate Today : સસ્તું થયું સોનું, ચાંદીની કિંમતમાં પણ ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ 
Embed widget