ચાર્જિગ દરમિયાન આ આઇફોનમાં થયો બ્લાસ્ટ, Appleએ શું લીધો નિર્ણય?
આ ઘટના બાદ કંપનીએ એક નિવેદન પણ બહાર પાડ્યું છે અને આ ઘટનાની તપાસ કરવા માટે મહિલા પાસે ફોન માંગ્યો છે
ચીનમાં iPhone 14 Pro Maxમાં બ્લાસ્ટ થયાના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, રાત્રે ચાર્જ કરતી વખતે એક મહિલાના iPhone 14 Pro Maxમાં આગ લાગી હતી. શાંક્સી રેડિયો અને ટેલિવિઝન સ્ટેશને અહેવાલ આપ્યો છે કે આઇફોનની બેટરીમાં વિસ્ફોટ થયા બાદ ડિવાઇસમાં આગ લાગી હતી. આ ઘટના બાદ કંપનીએ એક નિવેદન પણ બહાર પાડ્યું છે અને આ ઘટનાની તપાસ કરવા માટે મહિલા પાસે ફોન માંગ્યો છે. હાલમાં એ સ્પષ્ટ નથી થયું કે આઇફોનમાં લગાવેલી બેટરી ઓરિજિનલ હતી કે થર્ડ પાર્ટી બેટરી હતી. તપાસ બાદ એ પણ જાણવા મળશે કે મહિલા અસલી ચાર્જરનો ઉપયોગ કરતી હતી કે નકલી.
iPhone 14 Pro Max apparently exploded while charging,
— choqao (@choqao) November 4, 2024
causing severe burns!#Apple pic.twitter.com/lQ8EG0vP2B
મહિલાએ વર્ષ 2022માં iPhone 14 Pro Max ખરીદ્યો હતો. આ ફોનની વેલિડિટી ખત્મ થઇ ચૂકી હતી. જોકે એપલે મહિલાને કહ્યું છે કે તેને વોરન્ટી અંગે ચિંતા કરવાની જરૂર છે. આ ઘટના બાદ કંપનીએ યુઝર્સને iPhoneમાં થર્ડ પાર્ટી બેટરી કે ચાર્જરનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. આમ કરવાથી બ્લાસ્ટનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
ઘટના બાદ કંપનીએ શું કહ્યું?
આ ઘટના બાદ કંપનીએ મહિલાને ડિવાઇસ પરત કરવા કહ્યું છે. તેમજ લોકોને માત્ર ઓરિજિનલ ચાર્જર અને બેટરીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. કંપનીએ યુઝર્સને સલાહ આપી છે કે તેઓ સુરક્ષા કારણોસર ફોનને બેડ કે ઓશીકા પાસે ચાર્જ ન કરે. કંપનીનું કહેવું છે કે ચાર્જ કર્યા પછી ચાર્જરનું પ્લગ ઓફ કરવું જોઈએ. આ સાથે કંપનીએ થર્ડ પાર્ટી ચાર્જરનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. કંપની એ પણ સલાહ આપી હતી કે જો કોઈપણ ડિવાઇસમાં ખામીના સંકેત દેખાય તો તેને અધિકૃત સેવા કેન્દ્ર પર તરત જ તપાસવામાં આવે.
શું iPhone 14 Plus ના કેમેરામાં કોઈ સમસ્યા છે? હવે Apple ફ્રીમાં રિપેર કરશે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા