શોધખોળ કરો
T20: ન્યૂઝીલેન્ડ સામે ભારતની ઐતિહાસિક જીત, કિવી ટીમના 5-0થી સૂપડા સાફ
પાંચમી ટી20માં વિરાટ કોહલીએ સંજુ સેમસનને મોકો આપવા માટે રેસ્ટ લીધો હતો, રોહિત કેપ્ટન તરીકે મેદાન પર આવ્યો હતો, જોકે, ઇજાગ્રસ્ત રાહુલે મેચમાં કેપ્ટનશીપ કરી હતી
![T20: ન્યૂઝીલેન્ડ સામે ભારતની ઐતિહાસિક જીત, કિવી ટીમના 5-0થી સૂપડા સાફ team India wins 5th T20I against New Zealand by seven wickets T20: ન્યૂઝીલેન્ડ સામે ભારતની ઐતિહાસિક જીત, કિવી ટીમના 5-0થી સૂપડા સાફ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/02120559/team-new.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની ધરતી પર ડંકો વગાડતા ઐતિહાસિક જીત મેળવી છે. ટીમ ઇન્ડિયાએ કિવી ટીમને પાંચમી અને અંતિમ ટી20માં 7 રનથી માત આપીને ટી20 સીરીઝમાં વ્હાઇટ વૉશ કર્યુ છે. ભારતે ન્યૂઝીલેન્ડની ધરતી પર ઇતિહાસ રચતા ટી20 સીરીઝમાં સૂપડા સાફ કરી દીધા હતા.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની અંતિમ ટી20 માઉન્ટગુનઇમાં રમાઇ હતી, છે, ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા, અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 164 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
જવાબમાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કિવી ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 156 રન જ બનાવી શકી હતી, આ સાથે જ અંતિમ ટી20માં ન્યૂઝીલેન્ડની ટીમનો 7 રને પરાજય થયો હતો.
ભારત તરફથી પાંચમી ટી20માં કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 60 રન બનાવ્યા હતા, જ્યારે કેએલ રાહુલે 45 રન અને શ્રેયસ અય્યરે 33 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. ભારત તરથી જસપ્રીત બુમરાહે 3 વિકેટ, જ્યારે સૈની અને ઠાકુરને 2-2 વિકેટ મળી હતી.
રૉસ ટેલર અને ટિમ સેઇફર્ટે કિવી ટીમને મેચમાં વાપસી કરાવી હતી. જેમાં રૉસ ટેલરે સૌથી વધુ 53 રનની ઇનિંગ રમી હતી, જોકે, મેચ જીતાડી શક્યો ન હતો. જ્યારે ટિમ સેઇફર્ટે પણ 50 રનની ઇનિંગ રમી હતી. પાંચમી અંતિમ ટી20માં કિવી ટીમની કમાન ટિમ સાઉથીએ સંભાળી હતી પણ જીત અપાવી શક્યો ન હતો.FIFTY!@ImRo45 brings up his 21st T20I half-century off 36 deliveries.
Live - https://t.co/3a7zBdRNm2 #NZvIND pic.twitter.com/N1nRDSvNjo — BCCI (@BCCI) February 2, 2020
રોહિતની કેપ્ટન ઈનિંગ મેચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 163 રન કર્યા હતા.કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને કેપ્ટનશિપ કરી રહેલો રોહિત શર્મા 41 બોલમાં 60 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. લોકેશ રાહુલે 33 બોલમાં 45 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે 31 બોલમાં 33 રનનું યોગદાન આપ્યું હતું.#SpiritOfCricket ????????#NZvIND pic.twitter.com/97kkQP8y02
— BCCI (@BCCI) February 2, 2020
ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ રોહિત શર્મા(કેપ્ટન), લોકેશ રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ163 on the board. Can #TeamIndia defend the target? ???????? #NZvIND pic.twitter.com/GlS4lqIoJL
— BCCI (@BCCI) February 2, 2020
શરૂઆતની ચારેય ટી-20 મેચ જીતીને ભારતે શ્રેણીમાં 4-0ની લીડ લીધી છે. ત્રીજી અને ચોથી ટી-20 ટાઇ થયા બાદ સુપર ઓવરમાં ભારત વિજેતા બન્યું હતું. T-20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાનો દેખાવ પ્રથમ ટી-20: 24 જાન્યુઆરી, ભારતનો 6 વિકેટથી વિજય બીજી ટી-20: 26 જાન્યુઆરી, ભારતનો 7 વિકેટથી વિજય ત્રીજી ટી-20: 29 જાન્યુઆરી, મેચ ટાઈ, સુપર ઓવરમાં ભારતનો વિજય ચોથી ટી-20: 31 જાન્યુઆરી, મેચ ટાઈ, સુપર ઓવરમાં ભારતનો વિજય#TeamIndia Captain @ImRo45 wins the toss and elects to bat first in the 5th T20I.#NZvIND pic.twitter.com/wriypfDO6v
— BCCI (@BCCI) February 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)