શોધખોળ કરો
ધોનીને મિસ કરે છે ટીમ ઈન્ડિયા, બસની સીટ આજે પણ છે ખાલી, જુઓ તસવીર
ચહલ સીટ તરફ ઈશારો કરીને કહે છે, અહીંયા લેજેન્ડ બેસતા હતા, માહી ભાઈ, હાલ અહીં કોઈ બેસતું નથી. અમે તેને ખૂબ મિસ કરીએ છીએ.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. ટીમ ઈન્ડિયામાં ધોનીની જગ્યા કોણ લેશે તેની ચર્ચા થતી રહે છે પરંતુ ટીમ બસમાં તેની સીટ હજુ પણ ખાલી જ રહે છે. ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો એક વીડિયો BCCI એ શેર કર્યો છે. જેમાં તે બતાવે છે કે ધોની જે સીટ પર બેસતો હતો તે સીટ પર કોઈ બેસતું નથી.
બીસીસીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવેલા વીડિયો મુજબ, ભારતીય ક્રિકેટ ટીમ બસમાં બેસીને ઑકલેન્ડથી હેમિલ્ટન જઈ રહી છે. ચહલ વીડિયોના અંતમાં ધોની જ્યાં બેસતો હતો તે સીટ પર જાય છે. ચહલ સીટ તરફ ઈશારો કરીને કહે છે, અહીંયા લેજેન્ડ બેસતા હતા, માહી ભાઈ, હાલ અહીં કોઈ બેસતું નથી. અમે તેને ખૂબ યાદ કરીએ છીએ.
આ પહેલા મજાકમાં ચહલ કહે છે, તે (મહેન્દ્ર સિંહ ધોની) ક્યારેય ચહલ ટીવી પર નથી આવ્યો. આવવા તડતપતો હતો પરંતુ અમે ના પાડીને કહ્યું ભાઈ, હજુ નહીં.
વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલ બાદ ધોની નથી રમ્યો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ધોની ગત વર્ષે ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડકપ 2019ની સેમિ ફાઇનલમાં ભારત તરફથી રમ્યો હતો. મેચમાં ભારતની હાર થઈ હતી અને તે પછી ધોની ક્યારેય ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો નથી. આ ઉપરાંત તેને બીસીસીઆઈના વાર્ષિક કોન્ટ્રાક્ટના લિસ્ટમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે. વર્લ્ડકપ 2019માં ધોની બેટથી ખાસ કમાલ દેખાડી શક્યો નહોતો. ધોનીએ વર્લ્ડકપની 9 મેચમાં 8 ઈનિંગમાં 45.50ની સરેરાશથી 273 રન બનાવ્યા હતા. જેમાં તે માત્ર 2 અડધી સદી ફટકારી શક્યો હતો. આ દરમિયાન અફઘાનિસ્તાન સામે તેની ધીમી બેટિંગની ઘણી આલોચના થઈ હતી. ધોનીએ બે વર્લ્ડકપ જીતાડ્યા છે ભારતને મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાના ધૂરંધર કેપ્ટનોમાનો એક છે, ધોનીએ પોતાની કેપ્ટનશીપ કેરિયરમાં ભારતને બે-બે વર્લ્ડકપ અપાવ્યા છે. વર્ષ 2007માં પહેલો ટી20 વર્લ્ડકપ અને વર્ષ 2011માં વનડે ક્રિકેટ વર્લ્ડકપ ટીમ ઇન્ડિયાને અપાવ્યો હતો. ધોનીની કરિયર પર એક નજર ધોનીએ 2014માં અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તેણે 90 ટેસ્ટમાં 6 સદી અને 33 અડધી સદીની મદદથી 4876 રન બનાવ્યા છે. ટેસ્ટમાં ધોનીનો શ્રેષ્ઠ સ્કોર 224 રન છે. 350 વન ડેમાં 84 વખત નોટઆઉટ રહીને ધોની 10773 રન બનાવ્યા છે. જેમાં 10 સદી અને 73 અડધી સદી સામેલ છે. વન ડે કરિયરમાં 87.6ના સ્ટ્રાઇક રેટથી રન બનાવનારા ધોનીનો સર્વોચ્ચ સ્કોર નોટઆઉટ 183 રન છે. 98 ટી-20માં ધોનીએ 126ના સ્ટ્રાઇક રેટથી 1617 રન બનાવ્યા છે. જેમાંથી તે 42 વખત નોટઆઉટ રહ્યો છે અને સર્વોચ્ચ સ્કોર 56 રન છે.MUST WATCH: We get you Chahal TV from the Bus! 🚌 This one is en route from Auckland to Hamilton 😎😎 - by @RajalArora @yuzi_chahal #TeamIndia Full Video here ➡️➡️ https://t.co/4jIRkRitRh pic.twitter.com/ZJxMtRGsQu
— BCCI (@BCCI) January 27, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ટેલીવિઝન
Advertisement