શોધખોળ કરો
Advertisement
આ ટેણિયાએ ધડાધડ ફટકાર્યા સચિનની સ્ટાઈલમાં શોટ્સ, દિગ્ગજ ખેલાડીએ આ નાનકડા ક્રિકેટરના કર્ય વખાણ
આ ટેણિયો એટલા જોરદાર શૉટસ ફટકારી રહ્યો છે કે તેના વખાણ કરતાં ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને કમેન્ટેટર માઇકલ જ્હોન વૉન પણ પોતાની જાતને રોકી ન શક્યા.
નવી દિલ્હીઃ બાળકોમાં ક્રિકેટને લઈને કેટલી દિવાનગી છે તેનો અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયોથી લગાવી શકાય છે. વીડિયોમાં ડાયપર પહેરેલ એક બાળક શાનદાર ક્રિકેટિંગ શોટ મારતા જોવા મળી રહ્યો છે. તેની કવર ડ્રાઈવરની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે. ક્રિકેટ ફેન્સ તેને સચિન તેંડુલકરની કોપી ગણાવી રહ્યા છે, જે ક્લબ ક્રિકેટરો માટે પણ રમવું સરળ નથી હોતું.
આ ટેણિયો એટલા જોરદાર શૉટસ ફટકારી રહ્યો છે કે તેના વખાણ કરતાં ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર અને કમેન્ટેટર માઇકલ જ્હોન વૉન પણ પોતાની જાતને રોકી ન શક્યા. તેમણે તેનો વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમણે આ વીડિયો શેર કરતાં લખ્યુ, ‘શ્યોરલી હી હેઝ એન ઇંગ્લિશ કેટ ઓર ડૉગ’ તે બાદ તેમણે એક સ્માઇલી શેર કર્યુ છે.
ટેન્ટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક બાળકે ટી-શર્ટ પહેરી છે. તેણે હાથમાં ગ્લવ્સ પહેરીને સાથે ક્રિકેટ બેટ પણ લીધું છે. જો કે આ ટેણિયાની ખાસિયત એ છે કે તેણે નીચે પેન્ટ કે જીન્સ નહી પરંતુ ફક્ત ડાયપર જ પહેર્યુ છે અને તેમાં જ તે ક્રિકેટ રમી રહ્યો છે.Still in diapers yet has a better technique than most club cricketers 😂 🎥: @clubbie pic.twitter.com/6ZsTMkDB28
— Fox Cricket (@FoxCricket) November 11, 2019
ટ્વિટર પર લોકોનું કહેવુ છે કે બાળક પાસે બેટિંગની જોરદાર ટેક્નિક છે. તે સ્ટ્રેટ ડાઇવ રમી રહ્યો છે. તે ફ્રન્ટ ફુટ પર આવીને શૉટ ફટકારી રહ્યો છે. તે બાદ તરત જ તે પછીના બોલ પર ફુલ ફેસ બેટિંગ કરી રહ્યો છે. જણાવી દઇએ કે આ વીડિયો ઘરની અંદરનો છે. તેમાં જોઇ શકાય છે કે બાળકને જેવી બોલીંગ કરાવવામાં આવી રહી છે, તે ઝડપથી બેટિંગ કરી રહ્યો છે અને દરેક બોલ પર લાંબા-લાંબા શૉટ્સ ફટકારી રહ્યો છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તેની જાણકારી સામે આવી નથી.Surely he has an English cat or dog ... 😜 https://t.co/WtIvAXDrd5
— Michael Vaughan (@MichaelVaughan) November 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement