શોધખોળ કરો
ભારતીય ક્રિકેટરની પત્નિ અને હોટ એક્ટ્રેસને દિલ્હીના મોલમાં ગેંગે લૂંટી લીધી, જાણો કઈ રીતે બની ઘટના?
1/4

ફરહીને જણાવ્યું હતું કે, ચોરોએ તેમના પર હુમલો પણ કર્યો હતો અને તેમને મુક્કો પણ માર્યો હતો. હુમલા બાદ ફરહીનને અસ્થમાનો એટેક આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં પણ તેમને કોઇપણ વ્યકિતએ રોડ પર મદદ માટે હાથ લંબાવ્યો ન હતો. તેમણે પોતે જ પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ફરહીન તેરે નામ અને સૈનિક ફિલ્મમાં અક્ષય કુમાર સાથે લીડ રોલમાં જોવા મળી હતી.
2/4

ફરહીનના જણાવ્યા મુજબ, તે 19 જાન્યુઆરીના રોજ સવારે લગભગ 11 વાગ્યે સાકેત મોલમાં કોઇ કામ માટે ગઇ હતી, જ્યાં 4 લોકોમાંથી બે શખ્સોએ ગાડીમાં 'ઠક ઠક' કર્યું અને તેમનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો અને ગાડીમાં પાછળથી પર્સ લઇને ફરાર થઇ ગયા હતા.
3/4

આ અંગે તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી રેકોર્ડીંગની મદદથી તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે લૂંટની ઘટના અંગેની કડીઓ મળી છે અને ગણતરીના સમયમાં લુટારૂઓને ઝડપી લેવાશે.
4/4

નવી દિલ્હીઃ 90ના દશકાની પ્રખ્યાત અભિનેત્રી અને દિગ્ગજ ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ પ્રભાકરની પત્ની ફરહીન પ્રભાકર દિલ્હીમાં 'ઠક ઠક' ગેંગનો શિકાર બની હતી. 90ના દશકામાં બોલીવૂડમાં અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કરનારી ફરહીન હાલ અત્યંત આઘાતમાં છે.
Published at : 06 Feb 2019 10:36 AM (IST)
Tags :
DelhiView More





















