શોધખોળ કરો
Advertisement
એશિઝ 2019: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો, પ્રતિબંધ બાદ પ્રથમ વખત ટેસ્ટ મેચ રમશે વોર્નર-સ્મિથ
મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. વોર્નર, સ્મિથ અને બેનક્રોફ્ટ પ્રતિબંધ બાદ પ્રથમ વખત ટેસ્ટ મેચ રમશે.
નવી દિલ્હીઃ ક્રિકેટ ઈતિહાસના સૌથી જૂના અને પરંપરાગત હરિફો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી એશિઝ ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થયો છે. બર્મિંઘમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. વોર્નર, સ્મિથ અને બેનક્રોફ્ટ પ્રતિબંધ બાદ પ્રથમ વખત ટેસ્ટ મેચ રમશે.
છેલ્લા 19 વર્ષમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 10 એશિઝ રમાઈ છે, જેમાંથી બંને ટીમો 5-5 સિરીઝ જીતી ચૂકી છે. તેમાંય છેલ્લી ચાર એશિઝમાં તો યજમાન ટીમો જ વિજેતા બની છે. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ એશિઝ જીતવા માટેની પ્રબળ દાવેદાર મનાય છે. બંને ટીમો આ પ્રમાણે છે. ઓસ્ટ્રેલિયા : પેઈન (કેપ્ટન, વિ.કી.), બૅન ક્રોફ્ટ, વોર્નર, સ્મિથ, ખ્વાજા, કમિન્સ, હેરિસ, હેઝલવૂડ, હેડ, લાબુસ્ચાગ્ને, લાયન, મિચેલ માર્શ, માઈકલ નેસેર, જેમ્સ પેટ્ટીન્સન, સિડલ, સ્ટાર્ક, વેડ (વિ.કી.). ઈંગ્લેન્ડ : રૃટ (કેપ્ટન), બર્ન્સ, રોય, બટલર (વિ.કી.), ડેન્લી, સ્ટોક્સ (વાઈસ કેપ્ટન), વોક્સ, મોઈન અલી, એન્ડરસન,બેરસ્ટો, બ્રોડHere’s the Australia team for the first Test.
Follow: https://t.co/Rrl38P9chM#Ashes pic.twitter.com/fqOur71vUK — England Cricket (@englandcricket) August 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement