શોધખોળ કરો
વિન્ડિઝ સામે હાર બાદ ટીમ ઇન્ડિયાના સ્પિન બોલર્સના નામે નોંધાયો આ સૌથી શરમજનક રેકોર્ડ
હેટમાયરે 106 બોલરમાં 11 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા. હોપે 151 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

નવી દિલ્હીઃ શિમરન હેટમાયેર (139) અને શાએ હોપ (અણનમ 102)એ શાનદાર સેન્ચુરીની મદદથી વેસ્ટ ઇન્ડિઝે રવિવારે અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમયાયેલ પ્રથમ વનડે મેચમાં મેજબાન ભારને આઠ વિકેટે કારમી હાર આપી ત્રણ મેચની સીરીઝમાં 1-0થી લીડ મેળવી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં આઠ વિકેટ પર 287 રન બનાવ્યા, જેને વિન્ડિઝે 47.5 ઓવરમાં જ બે વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો. હેટમાયરે 106 બોલરમાં 11 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા. હોપે 151 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. સુનીલ એમ્બ્રિસે નવ અને નિકોલસ પૂરને 23 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 29 રન બનાવ્યા હતા.
હેટમાયર અને હોપે ભારતીય સ્પિન બોલર્સને બરાબરનાં ધોયા હતા. જેના કારણે આ મેચમાં ટીમ ઇન્ડિયાનાં નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. ટીમ ઈન્ડિયાના સ્પિન બોલર્સ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા, કુલદીપ અને જાડેજા સહિત અન્ય પાર્ટ ટાઈમ સ્પિન બોલર્સ દ્વારા મળીને 198 સૌથી વધારે સ્પિન બોલ ફેંકવામાં આવ્યા, તેમ છતાં પણ એક વિકેટ ટીમ ઈન્ડિયાને નસીબ થઈ ન હતી. આ રીતે ભારતીય જમીન પર ટીમ ઈન્ડિયાનાં ક્રિકેટ ઈતિહાસમાં આ સ્પિન બોલર્સનું કોઈપણ વનડે મેચમાં સૌથી શરમજનક પ્રદર્શન છે. આ પહેલાં વર્ષ 2001માં ઓસ્ટ્રેલિયાની સામે પુણેના મેદાનમાં ટીમ ઈન્ડિયાનાં સ્પિન બોલર્સે 175 બોલ ફેંક્યા હતા અને તેમને એકપણ વિકેટ લીધી ન હતી.This is now the most overs (33) bowled by spinners in an ODI match in India without claiming any wickets.#IndvWI#IndvsWI
— Mohandas Menon (@mohanstatsman) December 15, 2019
વધુ વાંચો



















