Mirabai Chanu Wins Medal: વેટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂએ જીત્યો સિલ્વર, ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ
બીજા પ્રયત્નમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલોગ્રામનો વજન ઉપાડવાનો પ્રયત્ને કર્યો અને તેમાં તેને સફળતા મળી અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યું.
Tokyo Olympics 2020: મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચી દીધો છે. ભારત માટે મીરાબાઈ ચાનૂએ પ્રથમ મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનૂએ ક્લીન એડ જર્કના પ્રથમ પ્રયત્નમાં 110 કિલોગ્રામનો ભાર ઉઠાવ્યો છે. બીજા પ્રયત્નમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલોગ્રામનો વજન ઉપાડવાનો પ્રયત્ને કર્યો અને તેમાં તેને સફળતા મળી અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યું. આ સાથે જ મિરાબાઈ ચાનૂ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર બની ગયા છે. આ ભારતનું પ્રથમ મેડલ છે.
મીરાબાઈ ચાનૂએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મીરાબાઈ ચાનૂએ સ્નેચમાં 87 કિલોગ્રામનું વજન ઉપાડ્યું. ક્લીડ એડ જર્કમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલોગ્રામ વજન ઉપાડ્યું અને ભારત માટે મેડલ જીતવામાં સફળ રહી. મીરાબાઈ ચાનૂએ વેટલિફ્ટિંગમાં ભારતને ઓલિમ્પિક ઈતિહાસમાં બીજો મેડલ અપાવ્યો છે. તે ભારત તરફથી વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી છે.
"What a day! What a win for India. Mirabai Chanu wins silver in Weightlifting Women's 49kg category, India open tally in Tokyo Olympics. You've made the country proud today," tweets Manipur Chief Minister N Biren Singh.
— ANI (@ANI) July 24, 2021
Weightlifter Mirabai Chanu hails from Manipur.
(File pic) pic.twitter.com/gwQYXjzab0
મીરાબાઈ ચાનૂના મેડલ જીતવા પર સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. મીરાબાઈ ચાનૂએ પોતાની સફળતાથી સમગ્ર દેશનું માથુ ગર્વથી ઉંચું કરી દીધું છે. મીરાબાઈની ઉપલબ્ધિ પર ખુશી વ્યક્ત કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી છે.
Could not have asked for a happier start to @Tokyo2020! India is elated by @mirabai_chanu’s stupendous performance. Congratulations to her for winning the Silver medal in weightlifting. Her success motivates every Indian. #Cheer4India #Tokyo2020 pic.twitter.com/B6uJtDlaJo
— Narendra Modi (@narendramodi) July 24, 2021
Heartiest congratulations to Mirabai Chanu for starting the medal tally for India in the Tokyo Olympics 2020 by winning silver medal in weightlifting.
— President of India (@rashtrapatibhvn) July 24, 2021