Tokyo Olympics 2020 Live: તીરંદાજીમાં મેન્સ રેન્કિંગ રાઉન્ડમાં ભારતની હાલત ખરાબ, ત્રણ ખેલાડીઓએ કર્યા નિરાશ
કોરોનાને કારણે અનેક મોટા ફેરફાર જોવા મળ્યો છે.

Background
Tokyo Olympics 2020 Day 1 Live Updates: જાપાનની રાજધાની ટોક્યોમાં આજથી ઓલિમ્પિક રમત શરૂ થઈ ગઈ છે. કોરોના વાયરસ મહામારી છતાં ઓલિમ્પિક રમતો એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ એક વર્ષના વિલંબ બાદ કોરોના મહામારીની વચ્ચે ઓલિમ્પિક રમતો શરૂ થઈ ગઈ છે.
કોરોનાને કારણે અનેક મોટા ફેરફાર જોવા મળ્યો છે. ખેલાડીઓને કોરોના વાયરસના ખતરાથી બચાવવા માટે કડક બાયો બબલ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં ટોક્યો ઓલિમ્પિક મેદાન પર દર્શકો વગર જ રમતો રમાશે.
ભારતની ખરાબ હાલત
મિક્સ્ડ ઇવેન્ટમાં ભારતને નુકસાન
રેન્કિંગ રાઉન્ડમાં ભારતીય તીરંદાજોના ખરાબ પ્રદર્શનને કારણે મિક્સ્ડ ટીમ ઇવેન્ટને પણ નુકસાન થયું છે. મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારત હવે છઠ્ઠા સ્થાન પર પહોંચી ગયું છે. ભારત તરફથી અતનુ દાસ અને દીપિકા કુમારી મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભાગ લેશે.





















