શોધખોળ કરો
Advertisement
પત્ની સામે જ આ ભારતીય ક્રિકેટરે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- મારું સેટિંગ એક શ્રીલંકાની છોકરી સાથે....
કપિલ શર્મા શો માં ખુલાસો કરતા હરભજન સિંહે જણાવ્યું હતું કે મારી અંગ્રેજી અંડર-19ના દિવસોથી જ ખરાબ રહી છે.
મુંબઈઃ હરભજન સિંહે તેના આખી કારકિર્દીમાં જબરદસ્ત બોલિંગ કરી છે, પરંતુ સારો બોલર હોવાની સાથે-સાથે તે મજાકિયા સ્વભાવનો પણ માણસ છે. હરભજન બિન્ધાસ્ત પોતાની વાતો બધાને કહે છે. કંઈક એવું જ તેણે કપિલ શર્માના શોમાં કર્યું હતું. હરભજન સિંહ તેની પત્ની ગીતા બસરા સાથે ધ કપિલ શર્મામાં પહોંચ્યો હતો. અહીં તેણે કેવી રીતે ઈંગ્લિશ શીખ્યો હતો તેની વાત કરી હતી. રસપ્રદ વાત તો એ છે કે પત્ની ગીતા બસરા સામે જણાવ્યું કે ઈંગ્લિશ તેને શ્રીલંકાની ગર્લફ્રેન્ડ સાથે શીખ્યો હતો.
કપિલ શર્મા શો માં ખુલાસો કરતા હરભજન સિંહે જણાવ્યું હતું કે મારી અંગ્રેજી અંડર-19ના દિવસોથી જ ખરાબ રહી છે. હું એક પ્રવાસ દરમિયાન અજીત અગરકર સાથે રુમ શેર કરી રહ્યો હતો. અગરકર ખાવાના ઓર્ડર આપતો હતો અને તે ઓર્ડર આપતા સમયે તે કેન યૂ બોલતો હતો તો ક્યારેય કૂડ યૂ. આવા સમયે થોડો કન્ફ્યુઝ થયો હતો. એક વખત જ્યારે અગરકર રુમમાં ન હતો તો મેં હોટલમાં ફોન કરીને કેન યૂ કૂડ બોલી દીધું હતું. હું ભુલી ગયો હતો કે મારે શું બોલવાનું છે.
પછી આગળ વાત કરતાં કહ્યું, મારું સેટિંગ એક શ્રીલંકાની છોકરી સાથે થયું. તેણે મને અંગ્રેજી શીખવામાં ઘણી મદદ કરી હતી. તેને મળ્યા પછી હું ઈંગ્લિશમાં ગુડ મોર્નિંગ, હાઉ આર યુ, ફાઈન જેવા શબ્દો બોલવા લાગ્યો. 18 વર્ષની ઉંમરે જ તેણે ડેબ્યૂ કર્યું હતું. અત્યારે તે ટીમ ઈંડિયાથી બહાર ચાલી ગયો છે, પરંતુ તેણે પોતાના કારકિર્દી દરમિયાન જોરદાર પ્રદર્શન કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement