આ ફોટોમાં અનુષ્કા શર્મા સૌથી આગળની લાઈનમાં ઉભી છે અને ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે સૌથી પાછળની લાઈનમાં ઉભો છે. અને ક્રિકેટના ફેન્સને આ વાત પસંદ ન આવી. એક ટ્રોલરે કહ્યું કે, તસવીરમાં અનુષ્કા ફ્રન્ટ લાઈમાં છે- એ તો ઠીક છે, પરંતુ ટીમ ઇન્ડિયાના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે સૌથી પાછળ કેવી રીતે?
2/3
હવે લોકો આ ફોટોને ટ્રોલ કરી રહ્યા છે. કારણકે આ ફોટોમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ છે. ટીમ ઈન્ડિયા સાથે અનુષ્કા ઉભી છે એમાં લોકોને શું વાંધો પડ્યો?
3/3
નવી દિલ્હીઃ મંગળવારે લંડનમાં ભારતીય એમ્બેસીએ ટીમ ઇન્ડિયાને ડિનર પાર્ટી માટે આમંત્રિત કરી હતી. બીસીસીઆઈએ આ શાનદાર અવસરની તસવીર પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ઉપરાંત સપોર્ટ સ્ટાફ ભારતીય રાજદૂત સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. કેપ્ટન વિરાટ કોહલીથી લઈને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી સુધી બા મેચિંગ ડ્રેસમાં જોવા મળ્યા હતા.