શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપમાંથી બહાર થતાં જ ટ્વીટર પર લડ્યા દુનિયાના બે દિગ્ગજ ક્રિકેટરો, આપવા લાગ્યા એકબીજાને ગાળો......
ઇંગ્લેન્ડની જીત સાથે જ ટ્વીટર વૉર શરૂ થઇ ગયુ, ટ્વીટર પર દુનિયાના બે દિગ્ગજ ખેલાડીઓ હાર-જીતને લઇને એકબીજાને ગાળો આપવા લાગ્યા હતા
![ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપમાંથી બહાર થતાં જ ટ્વીટર પર લડ્યા દુનિયાના બે દિગ્ગજ ક્રિકેટરો, આપવા લાગ્યા એકબીજાને ગાળો...... twitter war between adam gilchrist and michael vaughan during world cup semifinal ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપમાંથી બહાર થતાં જ ટ્વીટર પર લડ્યા દુનિયાના બે દિગ્ગજ ક્રિકેટરો, આપવા લાગ્યા એકબીજાને ગાળો......](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/12104925/Eng-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ગઇકાલે ઇંગ્લિશ ટીમે ઓસ્ટ્રેલિયન ટીમને જબરદસ્ત રીતે સેમિ ફાઇનલ મેચમાં માત આપીને વર્લ્ડકપમાંથી બહાર ફેંકી દીધુ. ઇંગ્લેન્ડની જીત સાથે જ ટ્વીટર વૉર શરૂ થઇ ગયુ, ટ્વીટર પર દુનિયાના બે દિગ્ગજ ખેલાડીઓ હાર-જીતને લઇને એકબીજાને ગાળો આપવા લાગ્યા હતા.
ખરેખરમાં, ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને જૉની બેયર્સ્ટૉ અને જેસન રૉયની વિસ્ટોટક બેટિંગને લઇને એક ટ્વીટ કર્યુ હતુ, જેમાં ઓસ્ટ્રેલિયન બૉલરોની મજાક ઉડાવી હતી. આ વાતને લઇને ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન ગિલક્રિસ્ટ ભડકી ગયા હતા.
માઇકલ વૉને ટ્વીટ કર્યુ કે, “ઓસ્ટ્રેલિયન ટીમને ઉઘાળા પગે બૉલિંગ કરવી જોઇએ.”
![ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપમાંથી બહાર થતાં જ ટ્વીટર પર લડ્યા દુનિયાના બે દિગ્ગજ ક્રિકેટરો, આપવા લાગ્યા એકબીજાને ગાળો......](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/12092139/Cricket-300x225.jpg)
આ ટ્વીટથી ભડકેલા ગિલક્રિસ્ટે વૉનને ટ્વીટ કરીને ‘ઇડિયટ‘ કહ્યું હતુ.The Aussies should try bowling in Barefoot !!!! ???? #CWC19
— Michael Vaughan (@MichaelVaughan) July 11, 2019
આમ બન્ને દિગ્ગજો વચ્ચે મેચ બાદ ટ્વીટર વૉર શરૂ થયુ હતુ. નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયન ટીમ વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં કારમી હાર સાથે બહાર થયુ હતુ.Idiot https://t.co/FMbfyLwh3z
— Adam Gilchrist (@gilly381) July 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)