(Source: ECI/ABP News/ABP Majha)
UEFA Champions League: રિયલ મેડ્રિડે લિવરપૂલને હરાવ્યું, નપોલીનો પણ થયો વિજય, આ છે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશનારી ટીમો
બુધવારે મોડી રાત્રે UEFA ચેમ્પિયન્સ લીગમાં રાઉન્ડ ઓફ 16ના બીજા તબક્કાની બે મેચો રમાઈ હતી
UCL Round of 16 Matches: બુધવારે મોડી રાત્રે UEFA ચેમ્પિયન્સ લીગમાં રાઉન્ડ ઓફ 16ના બીજા તબક્કાની બે મેચો રમાઈ હતી. એક મેચમાં રિયલ મેડ્રિડે લિવરપૂલને 1-0થી હરાવ્યું હતુ જ્યારે બીજી મેચમાં નેપોલીએ ફ્રેન્કફર્ટને 3-0થી હરાવ્યું હતું. આ સાથે મેડ્રિડ અને નેપોલીએ પણ ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.
Who's winning it? 🏆#UCL pic.twitter.com/3fG5yRfMiG
— UEFA Champions League (@ChampionsLeague) March 15, 2023
રિયલ મેડ્રિડે UEFA ચેમ્પિયન્સ લીગ રાઉન્ડ ઓફ 16 પ્રથમ લેગ મેચમાં પણ લિવરપૂલને 5-2થી હરાવ્યું હતું. બીજા તબક્કામાં પણ તેણે વર્ચસ્વ જમાવ્યું હતું. ગોલના પ્રયાસો સુધી રિયલ મેડ્રિડનો હાથ ઉપર હતો. અંતે પરિણામ પણ આ સ્પેનિશ ફૂટબોલ ક્લબની તરફેણમાં ગયું હતું. કરીમ બેન્ઝેમાએ 79મી મિનિટે ગોલ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી.
નેપોલી માટે એકતરફી વિજય
બીજી મેચમાં નેપોલી ફૂટબોલ ક્લબે એકતરફી વર્ચસ્વ જમાવ્યું હતું. આ ઇટાલિયન ક્લબે જર્મન ફૂટબોલ ક્લબ 'ફ્રેન્કફર્ટ'ને 3-0થી હરાવ્યું. નેપોલીએ રાઉન્ડ ઓફ 16ના પ્રથમ લેગની મેચમાં પણ ફ્રેન્કફર્ટને 2-0થી હરાવ્યું હતું. આ રીતે નેપોલીએ કુલ 5-0થી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
બેયર્ન મ્યુનિક, ચેલ્સી, એસી મિલાન, બેનફિકાએ ગયા અઠવાડિયે રાઉન્ડ-ઓફ-16ના બીજા તબક્કાની મેચો બાદ અંતિમ-8માં સ્થાન મેળવ્યું હતું. છેલ્લા બે દિવસમાં ચાર મેચો પછી માન્ચેસ્ટર સિટી, ઇન્ટર મિલાન, રિયલ મેડ્રિડ અને નેપોલી પણ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી છે. નોંધનીય છે કે પેરિસ સેન્ટ જર્મેન, ટોટનહમ હોટસ્પર અને ડાર્ટમંડ જેવી મોટી ટીમો ચેમ્પિયન્સ લીગમાંથી બહાર થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલના બીજા અને ત્રીજા સપ્તાહમાં UEFA ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઈનલ રમાશે.
WPL 2023: આખરે RCBને મળી સીઝનની પ્રથમ જીત, 20 વર્ષની કનિકાએ કરી દીધો કમાલ
WPL 2023: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને આખરે મહિલા પ્રીમિયર લીગ (WPL) 2023 સીઝનમાં તેમની પ્રથમ જીત મેળવી હતી. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં આરસીબીએ પોતાની 6 મેચમાં આ પ્રથમ જીત નોંધાવી છે. આરસીબીએ યુપી વોરિયર્સને 5 વિકેટે હરાવીને શાનદાર જીત નોંધાવી હતી. વાસ્તવમાં આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા યુપી વોરિયર્સની ટીમ 135 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી ગ્રેસ હેરિસે 32 બોલમાં 46 રનની તોફાની ઇનિંગ રમી હતી.