શોધખોળ કરો
કર્ણાટક પ્રિમિયર લીગે સટ્ટા કંપનીને 2500 કરોડનો ચૂનો લગવાતાં કંપનીએ શું લીધું પગલું, જાણો વિગત
1/8

'કર્ણાટક પ્રિમિયર લીગ' ક્રિકેટ ટુર્નામેન્ટના કેટલાક સંચાલકો અને કેટલાક ખેલાડીઓ દ્વારા ખેલાયેલા રૂા.4000 કરોડના સટ્ટામાં બેટફેર. કોમ કંપનીને રૂા.2500 કરોડની ખોટ જતા કંપનીએ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) ને જાણ કરી છે જે આધારે હવે બીસીસીઆઇમાં પણ કર્ણાટક પ્રિમિયર લીગ સામે કડક પગલાં લેવાની વિચારણા ચાલુ થઇ હોવાનું જાણવા મળે છે.
2/8

બુકીઓના નેટવર્કમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં કર્ણાટક પ્રિમિયર લીગ (કે.પી.એલ.) રમાઈ જેમાં બેંગ્લોર, હુબલી, મૈસુર, બીજાપુર, શિવામોંગા અને બેલ્લારીની ટીમોએ ભાગ લીધો હતો.આ કે.પી.એલ.ક્રિકેટ ટુર્નામેન્ટમાં કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના કેટલાક કર્તાહર્તા અને કેટલાક ખેલાડીએ જ ખુદ ભેગા મળીને બેટફેર.કોમ કંપની પર જે ભાવ નક્કી થયા તેના આધારે સટ્ટો રમવાનું નક્કી કર્યું. અને મેચ ફિકસીંગ કરી દેવાઈ.
Published at : 22 Aug 2018 10:36 AM (IST)
View More





















