આ પહેલાં પુરુષ લાઈટવેટ સિંગલ્સમાં દુષ્યંતે કાંસ્ય પદક જીત્યો હતો. તેમણે 7 મિનિટ 18 સેકન્ડનો સમય લઈને આ મેડલ મેળવ્યો છે. તેના પછી જ લાઈટવેટ ડબલ સ્કલ્સમાં રોહિત કુમાર અને ભગવાન સિંહે પણ કાંસ્ય મેડલ જીત્યો છે. બંનેએ રેસ પૂરી કરવા માટે 7 મિનિટ 4 સેકન્ડનો સમય લીધો હતો. આમ, એસિાડ ગેમ્સમાં 5 ગોલ્ડ મેડલની સાથે ભારતને કુલ 21 મેડલ મળ્યા છે.
2/4
આ પહેલાં રોઈંગમાં પુરુષ ટીમે ગોલ્ડ મેડલ જીતીને ભારતને એશિયન ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. રોઈંગમાં અત્યાર સુધી કુલ 3 મેડલ મળ્યા છે. ક્વાડ્રુપુલ સ્કલ્સ સ્પર્ધામાં ભારતના સવર્ણ સિંહ, દત્તૂ ભોકાનલ, ઓમપ્રકાશ અને સુખમીત સિંહે 6 મિનિટ 17 સેકન્ડનો સમય લઈને પહેલું સ્થાન મેળવ્યું છે.
3/4
ઉપરાંત ભારતની અનુભવી શૂટર હીના સિદ્ધુએ નિશાનેબાજીમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં કાસ્ય પદક જીત્યો હતો. એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા હીનાએ ફાઇનલમાં 219.2 પૉઇન્ટની સાથે ત્રીજો નંબર હાંસલ કર્યો હતો. આ સ્પર્ધામાં સામેલ કિશોર શૂટર અને એશિયન ગેમ્સની મેડલ વિજેતા મનુ ભાકેર મેડલ ના જીતી શકી, તેને 176.2 પૉઇન્ટની સાથે પાંચમાં સ્થાને રહી હતી.
4/4
નવી દિલ્હીઃ ટેનિસ સ્ટાર રોહન બોપન્ના અને દિવિજ શરણની જોડીએ 18મી એશિયન ગેમ્સમાં છઠ્ઠા દિવસે શુક્રવારે ભારતને ગૉલ્ડ મેડલ અપાવ્યો. ભારતને શુક્રવારે મળનારો આ બીજો ગોલ્ડ મેડલ છે. ભારતીય જોડીએ ટાઇટલ મેચમાં કઝાખિસ્તાનની એલેક્ઝેન્ડર બુબલિક અને ડેનિસ યેવસેવની જોડીને 52 મિનીટોની અંદર સીધા સેટોમાં 6-3, 6-4થી માત આપીને આ જીત મેળવી હતી. ટેનિસમાં મળનારુ આ બીજુ મેડલ છે. અંકિતા રૈનાએ ગુરુવારે મહિલા સિંગલ્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.