Video Viral : મેચ દરમિયાન મેદાન પર અચાનક જ રડવા લાગ્યો આ સ્ટાર બેટ્સમેન, જાણો કેમ
રૉસ ટેલરની આ ન્યૂઝીલેન્ડ માટે 112મી અને અંતિમ મેચ છે. ગયા વર્ષે 30 ડિસેમ્બરે રૉસ ટેલરે પુષ્ટિ કરી હતી કે
નવી દિલ્હીઃ હાલમાં ક્રાઇસ્ટચર્ચમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચ ન્યૂઝીલેન્ડના સ્ટાર બેટ્સમેન રૉસ ટેલર માટે ખાસ છે કેમ કે આ ટેસ્ટ મેચ તેની આખરી મેચ છે, આ પછી તે કિક્રેટમાંથી વિદાય લઇ રહ્યો છે. કિવી બેટ્સમેન છેલ્લી વખત સફેદ જર્સીમાં ન્યૂઝીલેન્ડ માટે રમતો દેખાઇ રહ્યો છે.
અંતિમ ટેસ્ટમાં રડી પડ્યો રૉસ ટેલર-
મેચમાં આ ખાસ ઘટના ઘટી જેને બધાનુ ધ્યાન ખેંય્યુ છે. કિવી બેટ્સમેન રૉસ ટેલર અચાનક મેચ દરમિયાન મેદાન પર ભાવુક થઇને રડી પડ્યો હતો. આનો વીડિયો પણ હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
Ross Taylor is himself emotional while singing National anthem 🥺
— Visharad Nargotra (@Visharad_KW22) January 8, 2022
pic.twitter.com/IXfxpQr0eM
રૉસ ટેલરની આ ન્યૂઝીલેન્ડ માટે 112મી અને અંતિમ મેચ છે. ગયા વર્ષે 30 ડિસેમ્બરે રૉસ ટેલરે પુષ્ટિ કરી હતી કે આ ઉનાળાના અંતમાં ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વિરુદ્ધ વન-ડે મેચોની સીરિઝ બાદ સીમિત ઓવરોની ક્રિકેટને અલવિદા કહેશે. તો બાંગ્લાદેશ વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સીરિઝ તેનું છેલ્લી ટેસ્ટ અસાઇનમેન્ટ હશે.
રવિવારે ટેસ્ટ મેચમાં ઊતરતા જ રૉસ ટેલરે એક ખાસ રેકોર્ડ પણ બનાવી લીધો. રૉસ ટેલરે પૂર્વ સ્પિનર ડેનિયલ વિટોરીની બરાબરી કરતા ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધારે મેચ રમનારો ટેસ્ટ ક્રિકેટર બની ગયો છે.
રૉસ ટેલરે વિદાઇ ટેસ્ટ મેચ પહેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારી પહેલી ટેસ્ટ મેચ જોહાન્સબર્ગમાં હતી. ત્યારબાદ ફ્લેમિંગે ઉનાળા બાદ રિટાયરમેન્ટ લઈ લીધું હતું. થોડા ખેલાડીઓના રિટાયરમેન્ટ બાદ ટીમ ખૂબ બદલાઈ ચૂકી છે. ટીમની સફર શાનદાર રહી છે. કેટલાક વર્લ્ડ ક્લાસ પ્લેયર ટીમમાં છે અને ખૂબ અનુભવી છે. આગામી થોડા વર્ષો સુધી ટીમ સારા પોઝિશનમાં રહેશે. રૉસ ટેલરે પોતાની છેલ્લી મેચને લઈને પણ મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે અત્યારે ફેરવેલ જેવુ કશું જ લાગી રહ્યું નથી કેમ કે તેની અંદર અત્યારે પણ વન-ડે ક્રિકેટ બચી છે એટલે તેને જરાય લાગી રહ્યું નથી કે આ તેની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ છે.
રૉસ ટેલરે અત્યાર સુધી 456 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં 112 ટેસ્ટ, 233 વન-ડે અને 102 T20 ઇન્ટરનેશનલ મેચ સામેલ છે. રૉસ ટેલરે અત્યાર સુધી ટેસ્ટ મેચોમાં એવરેજ 44.76ની એવરેજથી 7655 રન બનાવ્યા છે જેમાં 19 સદી સામેલ રહી છે તો વન-ડે ઇન્ટરનેશનલમાં તેના નામ પર 48.20ની એવરેજથી 8581 રન નોંધાયેલા છે. T20 ઇન્ટરનેશનલમાં રોસ ટેલરે 112.37ની સ્ટ્રાઈક રેટથી 1909 રન બનાવ્યા છે.
View this post on Instagram