શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપના 44 વર્ષના ઈતિહાસમાં આવું કરનારો પહેલો ભારતીય બન્યો વિજય શંકર
મેચ દરમિયાન બીજી ઈનિંગની શરૂઆતમાં પાંચમી ઓવર વખતે ચાર બોલ નાખીને ભુવનેશ્વર કુમારના પગમાં સ્નાયુ ખેંચાવાના કારણે તે પેવેલિયનમાં જતો રહ્યો હતો.
નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં પાકિસ્તાન વિરૂદ્ધ ભારતીય ટીમે જીત નોંધાવી છે. આ જીતમાં ઓલરાઉન્ડર વિજય શંકરની બોલિંગે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી. વર્લ્ડકપમાં વિજય શંકર પોતાનો પ્રથમ મેચ રમી રહ્યા હતા. બેટિંગ તે કંઈ ખાસ ન કરી શક્યા પરંતુ પોતાના પ્રથમ બોલ પર જ તેણે રેકોર્ડ નોંધાવ્યો હતો. 44 વર્ષના ઈતિહાસમાં આવું કરનારો તે દુનિયાનો ત્રીજો બોલર છે.
મેચ દરમિયાન બીજી ઈનિંગની શરૂઆતમાં પાંચમી ઓવર વખતે ચાર બોલ નાખીને ભુવનેશ્વર કુમારના પગમાં સ્નાયુ ખેંચાવાના કારણે તે પેવેલિયનમાં જતો રહ્યો હતો. બાકીને 2 બોલ નાખવા માટે કોહલીએ શંકરને બોલિંગ આપી. બોલિંગ કરવા આવેલા શંકરે ઈમામ-ઉલ-હકને પહેલા જ બોલ પર એલબીડબ્લ્યૂ આઉટ કરીને આ ઉપલબ્ધિ હાંસેલ કરી. બેટિંગમાં તેણે 15 બોલમાં અણનમ 15 રન બનાવ્યા.
આ પહેલા બરમૂડાના મલાચી જોન્સે 2007ના વર્લ્ડકપમાં પોતાના પહેલા બોલમાં ભારતીય ઓપનર રોબિન ઉથપ્પાને આઉટ કર્યો હતો. 2003ના વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાના ઈયાન હાર્વેએ પાકિસ્તાનના સલીમ ઈલાહીને પહેલા જ બોલમાં આઉટ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion