શોધખોળ કરો
10 વર્ષની હતી ત્યારે થઈ હતી પિતાની હત્યા, તાઉની ટ્રેનિંગથી આ હરિયાણવી છોરી જીતી ગોલ્ડ મેડલ, જાણો વિગત
1/5

23 વર્ષની વિનેશે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી વખત દેશનું નામ રોશન કર્યું છે. 2014 અને 2018 કોમનવેલ્થમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યા હતા. ઇંચિયોન એશિયન ગેમ્સમાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત વિનેશે એશિયન ચેમ્પિયનશિપમાં ત્રણ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તાજેતરમાં જ વિનેશે હંગેરીમાં ટ્રેનિંગ લીધી હતી અને આ મહિને ઓગસ્ટમાં સ્પેનિશ ગ્રાં. પ્રિ. જીતી હતી.
2/5

હરિયાણાની વિનેશ ફોગાટ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ રેસલર બની છે. વિનેશ ફોગાટ 10 વર્ષની હતી ત્યારે એક જમીન વિવાદમાં વિનેશના પિતા રાજપાલની હત્યા કરી દેવામાં આવી હતી. વિનેશને તેના તાઉ અને ગીતા-બબીતાના પિતા મહાવીર ફોગાટે ટ્રેનિંગ આપવાનુ શરૂ કર્યું હતું. તાઉ મહાવીરસિંહ ફોગાટની ટ્રેનિંગમાં આકરી મહેનત બાદ આંતરરાષ્ટ્રીય રેસલર બની હતી.
Published at : 21 Aug 2018 10:15 AM (IST)
View More





















