શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લોકડાઉન દરમિયાન કોહલી અને ઈશાંત શર્માએ દિલ્હી પોલીસની કરી પ્રશંસા, કહી આ મોટી વાત, જાણો વિગત
રાજધાની દિલ્હીમાં સંક્રમિત લોકોની સંખ્યા 903 પર પહોંચી છે. જ્યારે 25 લોકો સાજા થઈ ગયા છે અને 13 લોકોએ જીવ ગુમાવ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનનો આજે 18મો દિવસ છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ લોકડાઉન દરમિયાન પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે. એક વીડિયોમાં દિલ્હી પોલીસની પ્રશંસા કરતા કોહલી અને ઈશાંતે ઘણી વાતો કહી હતી.
વિરાટે વીડિયોના માધ્યમથી કહ્યું, આ મુશ્કેલ સમયમાં દેશભરની પોલીસને લોકો મદદ કરી રહ્યા છે તે જાણવું મારા માટે ગર્વની વાત છે. તેમણે કહ્યું કે, હું દિલ્હી પોલીસના પ્રયાસોનો આભાર માનીશ કે તેઓ ન માત્ર ઈમાનદારીથી તેમની ફરજ નિભાવી રહ્યા છે પરંતુ ગરીબ લોકો સુધી જમવાનું પણ પહોંચાડી રહ્યા છે. તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો અને આમ જ કરતાં રહો.
જ્યારે ઈશાંતે કહ્યું, આ ઘરે રહેવાનો સમય છે. તમારા નજીકના લોકો સાથે રહો અને તમારો તથા પરિવારનો ખ્યાલ રાખો. પોલીસ જવાનો દિવસ રાત તેમની ડ્યૂટી કરી રહ્યા છે. તેણે કહ્યુ, તમે ઘરમાં રહીને દિલ્હી પોલીસની મદદ કરો. તમે અફવા પર ધ્યાન ન આપો. આપણે સાથે લડીને જીત હાંસલ કરીશું.
રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિત લોકની સખ્યા સતત વધી રહી છે. અહીં અત્યાર સુધીમાં કોરનાથી સંક્રમિત લોકોની સંખ્યા 903 પર પહોંચી છે. જ્યારે 25 લોકો સાજા થઈ ગયા છે અને 13 લોકોએ જીવ ગુમાવ્યો છે.
કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશમાં સતત વધી રહી છે. અત્યાર સુધીમાં કોરોનાથી 7447 લોકો સંક્રમિત થયા છે. આ વાયરસે 239 લોકોનો ભોગ લીધો છે. જ્યારે 642 લોકો તેમાંથી સાજા થઈ ગયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion