શોધખોળ કરો
Advertisement
VIDEO: ચાલુ મેચે કોહલીએ ડ્રેસિંગ રૂમમાંથી બેટિંગ કરતાં જાડેજાને કર્યો આવો ખાસ ઇશારો ને પછી.........
પહેલા પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 136 ઓવર રમીને 502/7 પ્રથમ ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. ભારત તરફથી મયંક અગ્રવાલે ડબલ સેન્ચૂરી ફટકારી હતી
નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટમાં બીજા દિવસે એક ખાસ ઘટના ઘટી, જેનો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કેપ્ટન કોહલી ડ્રેસિંગ રૂમમાંથી બેટિંગ કરી રહેલા જાડેજાને કંઇક ઇશારા કરી રહ્યો છે, સામે જાડેજાએ પણ ઇશારાથી જવાબ આપ્યો. જુઓ વીડિયો.....
ખરેખરમાં, જ્યારે ભારતીય ટીમ બીજા દિવસે બેટિંગ કરી રહી હતી. 458 રને 6 વિકેટ પડી ગઇ હતી. ત્યારે ક્રિઝ પર રવિન્દ્ર જાડેજા અને રિદ્ધિમાન સાહા બેટિંગ કરી રહ્યાં હતા. ત્યારે વિરાટે જાડેજાને ખાસ ઇશારો કર્યો.
ડ્રેસિંગ રૂમમાં બેઠેલા વિરાટે જાડેજાને ઇશારો કરીને બતાવ્યુ કે 9 ઓવર હજુ રમવાની છે, અને રનોની ગતિ વધારો. સામે વિરાટના ઇશારાને જવાબ આપતા જાડેજાએ પણ ઇશારો કરીને ઓકે કહ્યું હતુ.
નોંધનીય છે કે, પહેલા પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 136 ઓવર રમીને 502/7 પ્રથમ ઇનિંગ ડિકલેર કરી દીધી હતી. ભારત તરફથી મયંક અગ્રવાલે ડબલ સેન્ચૂરી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 317 રનની પાર્ટનરશીપ કરી હતી. જેમાં મયંક અગ્રવાલે તાબડતોડ ડબલ સેન્ચૂરી - 215 રન (371) અને રોહિત શર્માએ 176 રન (244) બનાવ્યા હતા.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement