નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયામાં ચોથા ક્રમ માટે બેટ્સમેન અંબાતી રાયડુનું સમર્થન કર્યું હતું. વિરાટ કોહલીએ નંબર 4 માટે અંબાતી રાયડુને શ્રેષ્ઠ ગણાવ્યો હતો. વિરાટ કોહલીએ કહ્યું ટીમને આ નંબર પર તેની કમી મહેસૂસ થઈ છે. વિરાટ કોહલીએ કહ્યું, મે પણ તેને બેટિંગ કરતા જોયો છે તે મધ્યક્રમમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. અમને એવું લાગી રહ્યું છે કે અમારૂ મધ્યક્રમ નબળું છે.
2/4
કોહલીએ કહ્યુ, નંબર 4 સમસ્યાને હલ કરવી અમારા માટે પડકાર હતો. રાયડુએ એશિયા કપમાં ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું છે. તે વિશ્વકપ પહેલા પર્યાપ્ત તક માટે હકદાર છે.
3/4
વિરાટ કોહલીએ કહ્યું, નંબર 4 એક એવો ક્રમ છે જે અમારા માટે મુશ્કેલીનું કારણ છે. અમે ઘણા ખેલાડીઓને તક આપી, પરતું કોઈ તેનો ફાયદો ન ઉઠાવી શક્યા. અજિંક્ય રહાણે, મનીષ પાંડે, યુવરાજ સિંહ અને મહેંદ્ર સિંહ ધોનીને આ સ્થાન પર રમાડવામાં આવ્યા છે.
4/4
વિરાટ કોહલીએ કહ્યું, અમને એ વિશ્વાસ છે કે રાયડુ ચોથા ક્રમ માટે યોગ્ય રહેશે. તે ઘણો અનુભવી છે અને તેણે ઘર આંગણેની મેચો અને આઈપીએલ ટીમને જીત અપાવી છે. ભારત માટે વન ડેમાં તેનો ખૂબ જ સારો રેકોર્ડ છે.