શોધખોળ કરો
Advertisement
મેચ બાદ કોહલીએ ધોનીને લઈને કરી આ મહત્ત્વની વાત, કહ્યું- તે ફોર્મમાં ન હોય ત્યારે....
મેચ પછી કોહલીએ કહ્યું, ધોની જાણે છે કે મેચ દરમિયાન શું કરવું. કોઈ વખત તેમનો દિવસ ખરાબ હોય તો દરેક લોકો વાતો કરવાનું શરૂ કરી દે છે.
નવી દિલ્હીઃ ભારતે ગુરુવારે વર્લ્ડકપમાં વેસ્ટઇન્ડીઝને 125 રને હાર આપી હતી. પરંતુ આ મેચમાં ફરી ભારતની નબળી બેટિંગ જોવા મળી. કેપ્ટન કોહલી 72 અને ધોનીએ 56 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. બાકી બોલરોએ પોતાના દમદાર પ્રદર્શનથી ટીમને જીત અપાવી કેપ્ટન કોહલીએ ધોનીના ખૂબ વખાણ કર્યા. કોહલીએ ધોનીને ક્રિકેટ લેજન્ડ ગણાવ્યો છે. કોહલીએ કહ્યું કે, જ્યારે તે સારા ફોર્મમાં ન હોય ત્યારે લોકો તેની ટીકા કરવા લાગે છે.
મેચ પછી કોહલીએ કહ્યું, ધોની જાણે છે કે મેચ દરમિયાન શું કરવું. કોઈ વખત તેમનો દિવસ ખરાબ હોય તો દરેક લોકો વાતો કરવાનું શરૂ કરી દે છે. અમે હંમેશા તેમની સાથે છીએ. તેમણે ટીમને ઘણી મેચમાં જીત અપાવી છે.
ધોની જેવા એક ખેલાડી હોવાનો સૌથી વધારે ફાયદો એ હોય છે કે, જ્યારે તમારે 15-20 રન જોઈતા હોય ત્યારે તેમને ખબર હોય છે કે, આ રન કેવી રીતે મેળવવાના છે. તેમનો અનુભવ 10માંથી 8 વખત ટીમને જીતવામાં મદદ કરે છે.
બીજી બાજુ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટીમના ખરાબ પ્રદર્શન માટે બેટ્સમેનને જવાબદાર ગણાવ્યા. હોલ્ડરે કહ્યું, બોલર્સે આ પિચ પર સારું પ્રદર્શન કર્યું પરંતુ બેટ્સમેનોએ અમને નિરાશ કર્યા. તે ઉપરાંત ધોનીનું સ્ટમ્પિંગ ચૂકવુ તે અમારી એક મોટી ભૂલ હતી. તે ઉપરાંત ફિલ્ડિંગમાં પણ અમે ઘણી ભૂલો કરી. હકીકતમાં ધોનીએ જ્યારે આઠ રન કર્યા ત્યારે વિકેટકિપર શાઈ હોપે એક સરળ સ્ટમ્પિંગ છોડ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement