શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટીમ ઇન્ડિયાના બધા કેપ્ટનો પર ભારે પડ્યો વિરાટ કોહલી, બનાવ્યા આ રેકોર્ડ્સ
વિરાટ કોહલીએ નવમી વખત એક ઇનિંગ્સના અંતરથી ટેસ્ટ મેચ જીતી લીધી છે.
રાંચી: રાંચી ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 133 રનમાં ઓલઆઉટ કરી શ્રેણીમાં 3-0થી જીત મેળવી લીધી છે. ભારતના પ્રથમ ઇનિંગ્સમાં 497 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 162 અને બીજી ઇનિંગ્સમાં 133 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઇન્ડિયાએ ઇનિંગ્સ અને 202 રને ધમાકેદાર વિજય મેળવ્યો હતો. ટીમ ઇન્ડિયાએ પોતાના ઘરઆંગણે સતત 11મી ટેસ્ટ શ્રેણી જીતી છે. આ સાથે જ કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
ટીમ ઇન્ડિયાએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ કુલ 39 ટેસ્ટ મેચ રમ્યા છે. જેમાં ભારતે 14 અને આફ્રિકાએ 15 મેચમાં જીત મેળવી છે. રોચક વાત એ છે કે ટીમ ઇન્ડિયાએ આમાંથી 7 મેચ એકલા વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ જીતી છે. સાઉથ આફ્રિકા વિરુદ્ધ જીતનો સરેરાશ વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં સૌથી વધુ છે. આપને જણાવી દઈએ કે ભારતે વિરાટની કેપ્ટનશિપ હેઠળ સાઉથ આફ્રિકા વિરુદ્ધ 10 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 7માં જીત હાંસલ કરી છે. એટલે જીતનો સરેરાશ 70 ટકા રહ્યો છે.
ઉપરાંત વિરાટ કોહલીએ નવમી વખત એક ઇનિંગ્સના અંતરથી ટેસ્ટ મેચ જીતી લીધી છે. વિરાટ કોહલીએ આ સાથે એમએસ ધોનીની બરાબરી કરી લીધી છે. ધોનીએ પણ 9 ટેસ્ટ મેચ ઇનિંગ્સના અંતરથી જીતી હતી. વિરાટે રાંચી ટેસ્ટ ઇનિંગ્સના અંતરથી જીતતા અઝહરુદ્દીનને પાછળ રાખી દીધો છે. અઝહરે 8 વખત ઇનિંગ્સના અંતરથી ટેસ્ટ મેચ જીતી હતી. ગાંગુલીની કેપ્ટનશિપમાં ભારતે 8 ટેસ્ટ ઇનિંગ્સથી જીતી હતી.
આ સિવાય વિરાટ દક્ષિણ આફ્રિકા સામે સૌથી મોટી જીત મેળવનાર ભારતીય કેપ્ટન બન્યો છે. દક્ષિણ આફ્રિકાએ રાંચી ટેસ્ટ ઇનિંગ્સ અને 202 રને ગુમાવી છે. જે તેનો ભારત સામે સૌથી મોટો પરાજય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion