શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
INDvsAUs: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, પોન્ટિંગને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
નાગપુર: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી વનડેમાં ઈતિહાસ રચી દીધો છે. કોહલી સૌથી ફાસ્ટેસ્ટ 9000 રન બનાવર વિશ્વનો પહેલો કેપ્ટન બની ગયો છે. આ સાથે કોહલીએ પોતાની વનડે કેરિયરની 40મી સદી (116) ફટકારી હતી.
કોહલી કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 159 ઇનિંગ્સમાં 9000 રન પૂરા કર્યા છે. બીજી વનડેમાં કોહલીએ 22 રન બનાવી આ રેકોર્ડ નોંધાવ્યો છે. આ સાથે 9 હજાર રન બનાવનાર વિશ્વનો છઠ્ઠો અને ફાસ્ટેસ્ટ 9 હજાર રન પૂરા કરનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે.
IPL 2019: હવે કોઇપણ દર્શક શાનદાર કેચ પકડશે તો મળશે 1 લાખ રૂપિયાથી SUV કાર સુધીનુ ઇનામ
ઈન્ડિયા મહિલા ક્રિકેટ ટીમની આ બોલર વન-ડે રેકિંગમાં બની નંબર 1, જાણો કોણ છે?
આ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી ફાસ્ટેસ્ટ 9000 રન બનાવવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગના નામે હતો. પોન્ટિંગે 203 ઇનિંગ્સમાં આવી સિદ્ધિ મેળવી છે. ઓવરઓલ પોન્ટિંગે 324 મેચમાં કેપ્ટનશિપ કરતા 15440 રન બનાવ્યા છે. જેમાં 41 સદી ફટકારી છે.
કોહલીએ 46 ટેસ્ટમાં 4515 રન, 64 વન-ડેમાં 3857 રન અને 22 ટી-20માં 606 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 35 સદી (18 ટેસ્ટ અને 17 વન-ડે) ફટકારી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion