શોધખોળ કરો
Advertisement
ICC રેન્કિંગમાં ભારતનો ડંકો, ટીમ ઈન્ડિયાનો કયો બેટ્સમેન અને બોલર પ્રથમ ક્રમે રહ્યો, જાણો વિગત
નવી દિલ્હી: આઈસીસીએ ટોપ રેન્કિંગની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારતીય ખેલાડીઓએ ડંકો વગાડ્યો છે. આ રેન્કિંગમાં બેટ્સમેન કેટેગરીમાં ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી લિસ્ટમાં પ્રથમ ક્રમે રહ્યો છે. કોહલી 890 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે અને 390 પોઈન્ટ સાથે રોહિત શર્મા બીજા સ્થાને છે. બોલર્સની યાદીમાં જસપ્રિત બુમરાહ 774 પોઈન્ટ સાથે પહેલા નંબર પર છે. જ્યારે કુલદીપ યાદવ 7માં સ્થાને અને યજુવેન્દ્ર ચહલ 8માં ક્રમે એમ કુલ 3 ભારતીય ખેલાડીઓ ટોપ-10માં રહ્યાં છે.
ભારતીય ટીમ વન-ડે રેન્કિંગમાં 120 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. ઈંગ્લેન્ડની ટીમ 123 પોઈન્ટ સાથે સૌથી આગળ છે. આસ્ટ્રેલિયા સામે 5-0થી સીરીઝ ગુમાવનારી પાકિસ્તાનની ટીમ 97 પોઈન્ટ સાથે લિસ્ટમાં છઠ્ઠા ક્રમે છે.
છેલ્લા કેટલાંક સમયથી ફોર્મની સમસ્યાનો સામનો કરી રહેલો ભારતીય બેટસમેન શિખર ધવન આ વખતે ટોપ-10માંથી બહાર ફેંકાઈ ગયો છે. ત્રણ ક્રમનાં નુકશાન સાથે લિસ્ટમાં 13માં સ્થાને ધકેલાયો છે. તો વિકેટકિપર અને બેટસમેન મહેન્દ્રસિંહ ધોની પણ 4 ક્રમનાં નુકશાન સાથે 21માં સ્થાને ધકેલાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement