શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
‘સ્ટેડિયમમાં ધોની-ધોનીની બૂમો ન પાડો’, વિરાટ કોહલીએ દર્શકોને કરી અપીલ, જાણો કેમ
વિરાટ કોહલીએ કહ્યું કે અમને પંતની ક્ષમતા પર અમને પૂરો ભરોસો છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું સમર્થન કરતાં ફેન્સને અપીલ કરી છે કે તે એમએસ ધોનીના નારા લગાવીને પંત પર દબાણ ન લાવે. બાંગ્લાદેશ વિરૂદ્ધ સીરીઝમાં પંત જ્યારે પણ બેટિંગ કે વિકેટની પાછળ નિષ્ફળ જાય છે ત્યારે દર્શક સ્ટેડિયમમાં ધોની ધોનીના નારા લગાવતા હોય છે. એમએસ ધોની ભલે વર્લ્ડકપ બાદથી રમી રહ્યા ન હોય અને તેમણે નિવૃત્તીની જાહેરાત પણ કરી નથી. એવામાં તેમની વાપસીની આશા હજુ પણ જીવંત છે.
વિરાટ કોહલીએ કહ્યું કે અમને પંતની ક્ષમતા પર અમને પૂરો ભરોસો છે. કોઈ ખેલાડી ટીમ માટે સારું રમે એ અમારા સૌની જવાબદારી છે. આપણને દરેક ખેલાડીને ભરપૂર તક અને સમય આપવો જોઈએ. જેથી તે ટીમમાં પોતાની ક્ષમતા સાબિત કરી શકે. સ્ટેડિયમમાં તમે ધોનીનું નામ ન લઇ શકો, આ સમ્માનજનક નથી.
કોહલીએ વઘુમાં કહ્યું કે, હાલમાં રોહિત કહ્યું કે તેને એકલો મુકવાની જરૂરત નથી, તે મેચનો વિજેતા છે. એક વખત સારુ પ્રદર્શન કર્યા બાદ તમે તેને બિલકુલ બદલાયેલા રૂપમાં દેખાશે. તેને એટલો અલગ ન કરવો જોઇએ કે તે સારુ પ્રદર્શન નથી કરી રહ્યો. અહીં આપણે તેની મદદ માટે છીએ.
આ દરમિયાન વિરાટ કોહલીએ ઇમાનદારીની સાથે ટી20 ક્રિકેટમાં ભારતની સમસ્યાઓનો સ્વીકાર કર્યો. કહ્યું કે મને નથી લાગતું કે ટી 20 ક્રિકેટમાં પહેલા બેટિંગ કરતા અને ઓછા સ્કોરમાં બચાવ કરવા અમે સારા છીએ. જેથી આ બન્ને વસ્તુ પર ધ્યાન આપવાની જરૂરત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion