શોધખોળ કરો
Advertisement
કોહલીએ ફિટનેસ મામલે ધોનીને કરી સેલ્યૂટ, તસવીરમાં લખ્યું- 'હું ક્યારેય નથી ભૂલી શકવાનો એ રાત'
કોહલીએ ફિટનેસ મામલે ધોનીને યાદ કરીને એક ખાસ તસવીર શેર કરી છે, જેમાં તે ધોનીને સેલ્યૂટ કરી રહ્યો છે
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયામાં ટકી રેહવા માટે ખેલાડીઓને ખાસ પ્રકારના ફિટનેસ ટેસ્ટમાંથી પાસ થવુ પડે છે. કેમકે બેક ટૂ બેક ક્રિકેટ સીરીઝમાં ખેલાડીઓની ફિટનેસ મહત્વની હોય છે. ફિટનેસના આ મોટા ચેલેન્જને કેપ્ટન કોહલીએ એક ખાસ રીતે યાદ કર્યો છે. કોહલીએ ફિટનેસ મામલે ધોનીને યાદ કરીને એક ખાસ તસવીર શેર કરી છે, જેમાં તે ધોનીને સેલ્યૂટ કરી રહ્યો છે.
વિરાટ કોહલીએ ગુરવારે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને યાદ કર્યા. તેને સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી, જેમાં તે (કોહલી) અને ધોની ક્રિઝ પર છે. વિરાટ જીતનો જશ્ન મનાવતો દેખાઇ રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે તે ધોનીને બેટથી સલામ કરી રહ્યો છે.
તસવીર શેર કરતાં કોહલીએ કહ્યું છે- 'તે મેચ જેને હું ક્યારેય નહીં ભૂલી શકુ, ખાસ રાત, આ શખ્સે મને ફિટનેસ ટેસ્ટની જેમ દોડાવ્યો.' કોહલી પોતાના ટ્વીટમાં ધોની @msdhoni ને પણ ટેગ કર્યો છે.
ખરેખરમાં, આ તસવીર 2016ના ટી20 વર્લ્ડકપની છે, 27 માર્ચ 2016ના દિવસે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી આ મેચમાં કોહલીએ અણનમ 82 રન બનાવ્યા હતા, અને ભારતે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં ફિનિશર ધોનીએ છેલ્લી ઓવરના પહેલા બૉલ પર જેમ્સ ફૉકનરને ચોગ્ગો ફટકારીને જીત અપાવી હતી. ઉલ્લેખનીય છે કે કેપ્ટન કોહલી હંમેશા માટે ધોનીને પોતાના કેપ્ટન માને છે. ધોનીએ પણ 2017માં વનડેમાંથી કેપ્ટનશીપ છોડીને કોહલીને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો હતો.A game I can never forget. Special night. This man, made me run like in a fitness test ???? @msdhoni ???????? pic.twitter.com/pzkr5zn4pG
— Virat Kohli (@imVkohli) September 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement