વિરાટે ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી પાંચ ટેસ્ટ સેન્ચૂરી અને બે અડધી સેન્ચૂરી ફટકારી છે. ભારતીય કેપ્ટન ઓસ્ટ્રેલિયામાં 1000 ટેસ્ટ રન પુરા કરવાની સાથે જ પૂર્વ ભારતીય દિગ્ગજ બેટ્સમેનોના લિસ્ટમાં પણ સામેલ થઇ જશે, જે લોકો ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક હજાર રનનો આંકડો પાર કરી ચૂક્યા છે.
2/6
વિરાટના ઓસ્ટ્રેલિયામાં રમાયેલી આઠ ટેસ્ટ મેચોમાં 992 રન છે, જેમાં તેનો બેસ્ટ સ્કૉર 169 રન છે, જે તેને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં વર્ષ 2014માં ફટકાર્યા હતા.
3/6
આ લિસ્ટમાં સચીન 1809 રનોની સાથે સૌથી આગળ છે, જ્યારે લક્ષ્મણના નામે 1236 રન અને દ્રવિડના નામે 1143 રન છે.
4/6
6ઠ્ઠી ડિસેમ્બરમાં એડિલેડ ઓવલમાં શરૂ થનારી પહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં કોહલી આઠ રન પુરા કરવાની સાથે પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, અને સચીન તેંદુલકરની ક્લમાં સામેલ થઇ જશે. આ ક્રિકેટરો ઓસ્ટ્રેલિયામાં 1000 ટેસ્ટ રન ફટકારી ચૂક્યા છે.
5/6
6/6
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ફરીથી એકવાર મેદાનમાં ઉતરતાંની સાથે ખાસ રેકોર્ડ બનાવી શકે છે. પ્રથમ ટેસ્ટમાં કોહલી જો 8 રન ફટકારી દે છે તો તે ઓસ્ટ્રેલિયા સામે પોતાના 1000 ટેસ્ટ રન પુરા કરી દેશે.