સચિને પોતાની ક્રિકેટ કારકિર્દીમાં 200 ટેસ્ટ રમ્યા છે જેમાં 19521 રન બનાવ્યા છે. તેમાં 51 સેન્ચુરી અને 68 હાફ સેન્ચુરી છે. 463 વનડેમાં તેણે 49 સેન્ચુરી અને 96 હાફ સેન્ચુરી લગાવી છે. વનડેમાં કુલ 18426 રન બનાવ્યા છે. આમ કુલ મળીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચીને 34357 રન બનાવ્યા.
2/4
શાહિદ આફ્રીદીએ 27 ટેસ્ટ મેચ રમીને 36.51ની સરેરાશથી 1716 રન બનાવ્યા છે. તેણે 398 વનડેમાં 23.57ની સરેરાશથી 8064 રન બનાવ્યા છે. આફ્રીદીએ 99 ટી20 મેચમાં 17.92ની સરેરાશ 1416 રન બનાવ્યા છે.
3/4
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ શાનદાર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પાકિસ્તાની ટીમમાં ‘સચિન તેંડુલકર’ની ઓળખ કરી લીધી છે. હાલમાં જ વીરેન્દ્ર સેહવાગે ગલ્ફ ન્યૂઝને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, પાકિસ્તાન સીરીઝ પહેલા અમારી ટીમમાં દરેક વ્યક્તિ સચિન તેંડુલકર અને શાહિદ આફ્રીદી વિશે વાત કરતા હતા. એક ખેલાડી તરીકે તે એવા જ છે જે અમારા માટે સચિન તેંડુલકર છે. એટલે કે શાહીદ આફ્રીદી પાકિસ્તાન માટે તેંડુલકર જેવા છે.
4/4
વીરેન્દ્ર સેહવાગે ભારત-પાકિસ્તાનની વચ્ચે સીરીઝ પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું, ‘દરેક ભારતીય અને પાકિસ્તાની બન્ને દેશની વચ્ચે ક્રિકેટ ઈચ્છે છે. અમે ક્રિકેટર તરીકે મેચ જોવા માગીએ છીએ. આશા રાખવી જોઈએ કે બન્ને દેશની સરકાર તેના માટે પ્રયત્ન કરશે.’