શોધખોળ કરો
Advertisement
સિંગિંગ-ડાન્સિંગ અને કુકિંગમાં ક્યો ક્રિકેટર છે સૌથી બેસ્ટ? વીરેન્દ્ર સેહવાગે ખોલ્યા અનેક નવા રહસ્યો
ટૂર્નામેન્ટમાં કમેન્ટેટરની ભૂમિકા નિભાવી રહેલ સેહવાગે જણાવ્યું કે, ક્યા ક્રિકેટર સારું સિંગિંગ કરે છે, કોણ સારું ખાવાનું બનાવે છે અને કોનાથી ટીમના બધા ખેલાડી ડરતા હતા.
નવી દિલ્હીઃ પોતાની બિન્દાસ નિવેદનબાજી માટે ઓળકાતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિસ્ફોટક સ્ટાર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે ઇંગ્લેન્ડમાં વેલ્સમાં રમાઈ રહેલ આઈસીસી વર્લ્ડકપ દરમિયાન એક રેપિડ ફાયર વીડિયો ચેટમાં ટીમ ઇન્ડિયાના ક્રિકેટર્સના વ્યક્તિગત જીવન સાથે જોડાયેલ અનેક રહસ્ય ખોલ્યા હતા. ટૂર્નામેન્ટમાં કમેન્ટેટરની ભૂમિકા નિભાવી રહેલ સેહવાગે જણાવ્યું કે, ક્યા ક્રિકેટર સારું સિંગિંગ કરે છે, કોણ સારું ખાવાનું બનાવે છે અને કોનાથી ટીમના બધા ખેલાડી ડરતા હતા. આગળ જુઓ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની રોચક વાતો.....
સવાલઃ સૌથી વધારે સેલ્ફી લેવાનુ કોને ગમે છે. - જવાબઃ અમે રમતા હતા ત્યારે તો સેલ્ફી હતી જ નહી પણ આજની વાત કરીએ તો સૌથી વધારે સેલ્ફી કોહલીને પસંદ છે. તેઓ જ્યાં જાય છે ત્યાં સેલ્ફી લે છે.
સવાલઃ સૌથી સારો ડાન્સર કોણ. - જવાબઃ સચિન તેંડુલકર સૌથી સારો ડાન્સ કરે છે. સવાલઃ સૌથી વધારે ધ્યાન ખેંચવાનુ કોને ગમે છે. - જવાબઃ હરભજન સિંહ. સવાલઃ સૌથી સારૂં ખાવાનુ કોણ બનાવે છે. - જવાબઃ સચિન, સચિનને તમે કહો એ વાનગી બનાવી શકે છે.
સવાલઃ સૌથી સારો સિંગર કયો ક્રિકેટર છે. - જવાબઃ સુરેશ રૈના, હું તો બાથરૂમ સિંગર છું. સવાલઃ કયા ક્રિકેટરથી ડ્રેસિંગ રૂમમાં બધા ડરે છે. - જવાબઃ અનિલ કુંબલે, કારણકે તે મેદાન પર પણ બૂમો પાડતા હોય છે. આથી જ તેમની જેવી ડ્રેસિંગ રૂમમાં એન્ટ્રી થતી હતી કે તરત બધા ક્રિકેટર શાંત થઈ જતા હતા.
સવાલઃ સૌથી સારા જોક્સ કોણ સંભળાવે છે. - જવાબઃ હરભજન સિંહ અને યુવરાજ. સવાલઃ કયો એવો પ્લેયર છે જેની સાથે તમે રૂમ શેર નહી કરો. - જવાબઃ ધોની, કારણકે મોટી સંખ્યામાં ધોનીને લોકો ફોલો કરે છે. આવામાં મારો તો તેમની સાથે રૂમ શેર કરવાનો સવાલ જ નથી ઉભો થતો.
સવાલઃ સૌથી વધારે ગૂગલ સર્ચ કોણ કરે છે. - જવાબઃ સૌરવ ગાંગુલ, કારણકે તે તમામ રેકોર્ડ યાદ રાખે છે. શક્ય છે કે તે રોજ ગૂગલ પર જોતા હોય. સવાલઃ મ્યુઝિકમાં સૌથી ગંદો ટેસ્ટ કોનો છો. - જવાબઃ યુવરાજ સિંહ, કારણકે તે જે ગાયનો સાંભળે છે તેમાં માત્ર મ્યુઝિક જ હોય છે, શબ્દો હોતા જ નથી.
સવાલઃ બસમાં બેસવામાં સૌથી લેટ કોણ પડતુ હતુ. - જવાબઃ લક્ષ્મણ, વીવીએસ એક એક સેકન્ડની ગણતરી કરતો હતો. સવાલઃ કયા ખેલાડીને કોમેડી વધારે પસંદ છે. - જવાબઃ હું, મેં તમામ રોમેન્ટિક કોમેડી ફિલ્મો જોઈ છે. ખાસ કરીને ગોવિંદાની.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement