શોધખોળ કરો
Advertisement
સેહવાગે 29 વર્ષના આ ભારતીય ક્રિકેટરને કહ્યો એટીટ્યૂડનો બાદશાહ, તસવીર શેર કરીને કહી આ વાત
યુજવેન્દ્ર ચહલના આ એટીટ્યૂડ પર સેહવાગ ફિદા થઇ ગયો અને કહેવા લાગ્યો કે આવો જ એટીટ્યૂડ હોવો જોઇએ, જે બીજામાં ના હોય
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ પુરો કરીને હવે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસે રવાના થવાની છે. આ પહેલા પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે યુવા ખેલાડી યુજવેન્દ્ર ચહલને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સેહવાગે ચહલ માટે એક ખાસ તસવીર શેર કરીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી, જેમાં તેને એટીટ્યૂડનો બાદશાહ ગણાવ્યો હતો.
23 જુલાઇ, 1990ના રોજ હરિયાણામાં જન્મેલા 29 વર્ષીય સ્પીનર યુજવેન્દ્ર ચહલનો જન્મ દિવસ હતો. ક્રિકેટ જગતમાંથી ખાસ પ્રતિક્રિયાઓ આવી રહી હતી, ત્યારે આ બધાની વચ્ચે વિરેન્દ્ર સેહવાગે ખાસ ટ્વીટ કર્યુ અને જન્મદિવસનુ શુભેચ્છા પાઠવી હતી.
સેહવાગે એક ફોટો શેર કરતાં લખ્યુ કે, 'હૈપ્પી બર્થડે યુજવેન્દ્ર ચહલ, આ જ એટીટ્યૂડના પૈસા છે બાકી બધા એક જેવા છે.'... ખરેખરમાં આ તસવીરમાં ચહલનો એટીટ્યૂડ સ્પષ્ટ દેખાઇ રહ્યો હતો, ચહલ મેચ દરમિયાન બાઉન્ડ્રી લાઇનની બહાર આરામથી ઊંગ્યો હતો ને મેચ જોઇ રહ્યો હતો, એટલે કે તે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન હતો.
ઉલ્લેખનીય છે કે, યુજવેન્દ્ર ચહલના આ એટીટ્યૂડ પર સેહવાગ ફિદા થઇ ગયો અને કહેવા લાગ્યો કે આવો જ એટીટ્યૂડ હોવો જોઇએ, જે બીજામાં ના હોય.Happy Birthday @yuzi_chahal . Isi Attitude ke paise hain, baaki sab ek jaise hain! pic.twitter.com/DJUuTtSfhM
— Virender Sehwag (@virendersehwag) July 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement