શોધખોળ કરો
Advertisement
ભારતના આ દિગ્ગજે મેચ પહેલા જ કહી દીધુ હતુ કે રોહિત શર્મા 212 રન બનાવશે, વીડિયો વાયરલ
રોહિત શર્માએ રાંચી ટેસ્ટમાં પોતાની ટેસ્ટ કેરિયરનુ પહેલી ડબલ સદી ફટકારી હતી. ભારતે પ્રથમ દાવ 9 વિકેટ ગુમાવીને 497 રને ડિકલેર કરી દીધો હતો
નવી દિલ્હીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી રાંચી ટેસ્ટ ચાલી રહી છે, ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ મેચમાં તાબડતોડ બેવડી સદી ફટકારી (212 રન) છે, ફેન્સ અને ક્રિકેટ દિગ્ગજો રોહિતની ઇનિંગના જબરદસ્ત વખાણ કરી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં વીવીએસ લક્ષ્મણ રોહિતની મેરાથૉન ઇનિંગની ભવિષ્યવાણી કરતો દેખાઇ રહ્યો છે.
ખરેખરમાં, એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કૉમેન્ટેટર અને પૂર્વ ભારતીય દિગ્ગજ વીવીએસ લક્ષ્મણ, દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ સાથે મેદાન પર ઉભો છે, જ્યારે બન્નેની સામે સ્પોર્ટ્સ એન્કર મયંતી લેન્ગરે પ્રશ્ન પુછ્યો હતો. લેન્ગરે લક્ષ્મણને પુછ્યુ કે આજે રોહિત શર્મા કેટલો સ્કૉર બનાવશે? આના જવાબમાં લક્ષ્મણે કહ્યું 212 રન.
નોંધનીય છે કે, રોહિત શર્માએ રાંચી ટેસ્ટમાં પોતાની ટેસ્ટ કેરિયરનુ પહેલી ડબલ સદી ફટકારી હતી. ભારતે પ્રથમ દાવ 9 વિકેટ ગુમાવીને 497 રને ડિકલેર કરી દીધો હતો. બાદમાં સાઉથ આફ્રિકન ટીમ ફોલોઓન થઇ હતી.@VVSLaxman281 Very Very Special prediction about @ImRo45 ????????????#Cricket #indiavssouthafrica #Rohit #Hitman #INDvSA #INDvsSA #ThugLife pic.twitter.com/fTk1WqCZAe
— Aman Singh Phull (@Phull_Of_It) October 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement