VIDEO: જ્યારે MS Dhoniએ ગાયુ "મેં પલ દો પલ કા શાયર હું...", ઝડપથી વાયરલ થઇ રહ્યો છે વીડિયો
જો કે મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
MS Dhoni Singing: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે, પરંતુ ચાહકોમાં આ ક્રિકેટરનો ક્રેઝ ઓછો થયો નથી. મહેન્દ્ર સિંહ ધોની માટે ચાહકોનો ક્રેઝ સતત વધી રહ્યો છે. જો કે મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોની હિન્દી ગીત "મેં પલ દો પલ કા શાયર હૂં..." ગીત ગાતો જોવા મળી રહ્યો છે.
MS Dhoni singing "Main Pal Do Pal ka Shair hoon".
— Johns. (@CricCrazyJohns) October 30, 2023
- A lovely video.....!!!!pic.twitter.com/pNHvao2E8M
વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો
જો કે મહેન્દ્ર સિંહ ધોનીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેમના ફેવરિટ ક્રિકેટરની આ સ્ટાઇલને ખૂબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વાસ્તવમાં મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. જોકે મહેન્દ્ર સિંહ ધોની હજુ પણ આઈપીએલમાં રમી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2023નું ટાઇટલ જીત્યું હતું. આ રીતે ચેન્નઈ સુપર કિંગ્સે પાંચમી વખત IPLનું ટાઇટલ જીત્યું હતું. આ સાથે જ મહેન્દ્ર સિંહ ધોની 5 વખત IPL જીતનાર બીજો કેપ્ટન બન્યો હતો. આ પહેલા માત્ર રોહિત શર્માએ 5 વખત IPLનું ટાઇટલ જીતવાની સિદ્ધિ મેળવી છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 વખત આઈપીએલનું ટાઈટલ કબજે કર્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સ સિવાય મહેન્દ્ર સિંહ ધોની રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ તરફથી રમી ચૂક્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ વખત આઈપીએલનું ટાઇટલ 2010માં જીત્યું હતુ.
અગાઉ ધોનીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે બેચલર્સને સલાહ આપતો જોવા મળ્યો હતો. ધોની આ વીડિયોમાં કહી રહ્યો હતો કે જો તમને કોઈ મળી ગયું છે, જેની સાથે તમે ખુશ છો તો તમારે ખરેખર તે વ્યક્તિ જોડે લગ્ન કરી લેવા જોઈએ. અહીં જે બેચલર્સ છે, જેમની ગર્લફ્રેન્ડ છે, હું તેમની એક ગેરસમજ દૂર કરવા માગું છું. ક્યારેય એવું ન વિચારતા કે મારી વાળી અલગ છે (યે મત સોચના મેરી વાલી અલગ હૈ).