શોધખોળ કરો
ભારતીય ટીમના ક્રિકેટર્સમાં આ મોબાઈલ ગેમ છે ફેવરિટ, આ ક્રિકેટરે કર્યો ખુલાસો
આ વીડિયોમાં વિજય શંકર પોતે ફ્રી સમયમાં શું કરતો હોય છે તેના વિશે વાત કરી રહ્યો છે.

નવી દિલ્હીઃ આજે વર્લ્ડકપમાં ભારત અફઘાનિસ્તાન સામે ટકરાશે. ધવન સંપૂર્ણ વર્લ્ડકપમાંથી જ્યારે ભુવી અમુક મેચો માટે ટીમમાંથી બહાર રહેશે. ત્યારે પ્રેક્ટિસ સેશન દરમિયાન વિજય શંકરને પણ પગના અંગૂઠામાં ઈજા થઈ હતી. જોકે હવે તે આજના મેચમાં રમશે કે નહીં તેને લઈને શંકા છે. હાલમાં વિજય શંકરનો એક વીડિયો બીસીસીઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
આ વીડિયોમાં વિજય શંકર મોબાઈલ ગેમ રમ્યા બાદ ટેબલ ટેનિસ રમતો દેખાય છે. જેમાં તે સામેના ખેલાડીને હરાવીને ખૂબ જ ખુશ થતો જણાય છે.
આ વીડિયોમાં વિજય શંકર પોતે ફ્રી સમયમાં શું કરતો હોય છે તેના વિશે વાત કરી રહ્યો છે. વીડિયોમાં વિજય શંકર કહે છે કે, તેને મોબાઈલમાં વર્ડસ્કેપ્સ ગેમ રમવાનું ખૂબ પસંદ છે. બસમાં પણ ટ્રાવેલ કરતા સમયે તે કે.એલ રાહુલ અને દિનેશ કાર્તિક સાથે આ ગેમ રમતો હોય છે. આ ગેમમાં તે એટલો માહેર છે કે કે.એલ રાહુલને પણ ચેલેન્જમાં હરાવી શકે છે.WATCH: What's @vijayshankar260 up to on his off day? We find out about the game that VJ is hooked on to & the sport he is practicing when he is not playing cricket 😉😉😎 - by @RajalArora #TeamIndia #CWC19 Watch the full video here ▶️▶️ https://t.co/XJvF7ZKU3E pic.twitter.com/Z6AlHDozdT
— BCCI (@BCCI) June 21, 2019
આ વીડિયોમાં વિજય શંકર મોબાઈલ ગેમ રમ્યા બાદ ટેબલ ટેનિસ રમતો દેખાય છે. જેમાં તે સામેના ખેલાડીને હરાવીને ખૂબ જ ખુશ થતો જણાય છે. વધુ વાંચો





















