IND vs ENG: લીડ્સમાં કેવુ છે આજે હવામાન, વરસાદ પડશે કે નહીં? સામે આવ્યા મોટા સમાચાર
ઇંગ્લેન્ડમાં વરસાદની સંભાવના વધુ રહે છે. જેને લઇને આજે હવામાન વિભાગે આગાહી કરી છે. રિપોર્ટ પ્રમાણે લીડ્સ ટેસ્ટમાં આજે પુરેપુરી ઓવરની રમત જોવા મળી શકે છે.
IND Vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લીડ્સના હેડિગ્લેમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસની રમત રમાશે. પ્રથમ દિવસે હવામાન સારુ રહ્યું અને પ્રથમ ઇનિંગ પુરી પણ થઇ શકી છે. હવે આજે બીજા દિવસને લઇને હવામાન વિભાગે સ્પષ્ટ કરી છે કે, આજે પણ હવામાન સારુ રહેશે. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં ભારત એક ટેસ્ટ મેચ જીતીને 1-0થી લીડ બનાવી ચૂક્યુ છે. જ્યારે ઇંગ્લેન્ડ ઘર આંગણે જીત મેળવવા માટે મથી રહ્યું છે. ખાસ વાત છે કે ઇંગ્લેન્ડમાં વરસાદની સંભાવના વધુ રહે છે. જેને લઇને આજે હવામાન વિભાગે આગાહી કરી છે. રિપોર્ટ પ્રમાણે લીડ્સ ટેસ્ટમાં આજે પુરેપુરી ઓવરની રમત જોવા મળી શકે છે.
હવામાન વિભાગની જાણકારી અનુસાર, લીડ્સનુ આકાશ આજે ચોખ્ખુ રહેશે. દિવસમાં વરસાદ થવાની કોઇ સંભાવના નથી. લીડ્સમાં આજે મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહેવાનુ અનુમાન છે. જોકે, ન્યૂનત્તમ 13 ડિગ્રી સેલ્સિયસ જઇ શકે છે. લીડ્સમાં આજે દિવસભર સામાન્ય વાદળો રહેશે, લીડ્સની હવા એકદમ ચોખ્ખી રહેશે અને 14 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડની રહેવાની સંભાવના છે.
ઇગ્લેન્ડે મેળવી 42 રનની લીડ
ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ઇગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. ઇગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 42 રનની લીડ મેળવી લીધી છે. ઇગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં પ્રથમ દિવસની રમતના અંતે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 120 રન બનાવી લીધા છે. રોરી બર્ન્સ 52 અને હામિદ 60 રન પર રમતમાં હતા. આ અગાઉ ટીમ ઇન્ડિયા 78 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
10 વર્ષ બાદ ઇગ્લેન્ડના ઓપનર્સે ઘરઆંગણે ભારત વિરુદ્ધ સદીની ભાગીદારી કરી
ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ઇગ્લેન્ડેના બેટ્સમેનોએ ટીમને સારી શરૂઆત અપાવી છે. ભારત વિરુદ્ધ ઘરઆંગણે રમતા 10 વર્ષ બાદ ઇગ્લેન્ડના ઓપનર્સે 100થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી કરી છે. આ અગાઉ વર્ષ 2011માં ઇગ્લેન્ડના ઓપનર્સ એલિસ્ટર કૂક અને એન્ડ્ર્યૂ સ્ટ્રોસે 186 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.
ઇગ્લેન્ડની સારી શરૂઆત
ટીમ ઇન્ડિયાને 78 રન પર ઓલઆઉટ કરીને ઇગ્લેન્ડે શાનદાર શરૂઆત કરી હતી. ઇગ્લેન્ડ તરફથી ઓપનર રોરી બર્ન્સ અને હસીબ હમીન ક્રિઝ પર છે. હમીદ 32 રન અને બર્ન્સ 30 રને રમતમાં છે.
78 રનમાં ઓલઆઉટ
ઇગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા પ્રથમ ઇનિંગમાં 78 રનમાં ઓલઆઉટ થઇ હતી. ભારત તરફથી ફક્ત બે જ બેટ્સમેનો બે આંક સુધી પહોંચી શક્યા હતા. રોહિત શર્મા 19 અને રહાણે 18 રન બનાવી શક્યા હતા.
ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન
ટીમ ઇન્ડિયાનો પ્રથમ ઇનિંગમાં ખરાબ દેખાવ રહ્યો. ટીમ ઇન્ડિયાએ 73 રનમાં જ નવ વિકેટ ગુમાવી દીધી હતી. પંત પણ બે રન બનાવી આઉટ થયો હતો. તે સિવાય રોહિત શર્મા પણ 109 બોલમાં 19 રન બનાવી આઉટ થયો હતો. રોહિત બાદ મોહમ્મદ શમી પણ આઉટ થયો હતો. ભારતની આઠમી વિકેટ રવિન્દ્ર જાડેજાના રૂપમાં પડી હતી. સેમ કરનની ઓવરમાં તે એલબીડબલ્યૂ આઉટ થયો હતો.