શોધખોળ કરો
Advertisement
વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે આજે નહીં થાય ટીમ ઇન્ડિયાની જાહેરાત, ધોનીને કારણે.....
ધોનીના ભવિષ્ય પર હજુ સુધી નિર્ણય નથી થઈ શક્યો. ધોની આગળ ક્રિકેટ રમવાનું જારી કરશે કે નહીં તેની હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી.
નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડિઝી પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી આજે થવાની હતી પરંતુ તેને ટાળી દેવામાં આવી છે. 3 ઓગસ્ટથી શરૂ થનાર વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમની પસંદગી ધોનીને લઈને ટાળવામાં આવી હોવાનું કહેવાય છે. કહેવાય છે કે, ધોનીના ભવિષ્ય પર ચર્ચા કર્યા બાદ ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. ભારત વેસ્ટ ઇન્ડિઝમાં ત્રણ ટી20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમશે.
ધોનીના ભવિષ્ય પર હજુ સુધી નિર્ણય નથી થઈ શક્યો. ધોની આગળ ક્રિકેટ રમવાનું જારી કરશે કે નહીં તેની હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી. વર્લ્ડકપમાં સેમી ફાઈનલ દરમિયાન વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયા બાદ ધોનીના ભવિષ્યને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ક્રિકેટ એક્સપર્ટ માની રહ્યા છે કે, ધોનીએ નિવૃતી લઈ લેવી જોઈએ જ્યારે કેટલાકનું માનવું છે કે ધોનીએ હજુ થોડા સમય સુધી રમવાનું ચાલુ રાખવું જોઈએ. એવામાં ધોની ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખસે કે નિવૃત્તી લેશે તે ધોની સિવાય કોઈ જણાવી શકે એમ નથી.
કેપ્ટન વિરાટ કોહલી સિવાય વન-ડે ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા પણ વેસ્ટ ઇન્ડીઝ જવા માટે તૈયાર છે. પહેલા કહેવામાં આવતું હતું કે જો વિરાટ કોહલી નહીં જાય તો રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપવામાં આવી શકે છે. કેદાર જાધવ અને દિનેશ કાર્તિકને સ્થાન ન મળે તેવી સંભાવના છે. વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ફાસ્ટ બોલર નવદીપ સૈની અને ખલીલ અહમદનું સ્થાન નક્કી માનવામાં આવી રહ્યું છે. વિકેટકિપરની જવાબદારી રિષભ પંતના ખભે હશે. એમએસ ધોની જશે કે નહીં તે વિશે હજુ સસ્પેન્સ છે.
ભારતનો વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ 3 ઓગસ્ટથી શરુ થઈ રહ્યો છે. પ્રવાસમાં ટીમ ઇન્ડિયા સૌ પહેલા ટી-20 મેચોની શ્રેણી રમશે. આ પછી 3 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement