શોધખોળ કરો
Advertisement
નેશનલ અને ફ્રેન્ચાઈઝી ટીમમાં શું તફાવત હોય છે ? ટીમ ઈન્ડિયાને 2011 વર્લ્ડકપ વિજેતા બનાવનારા કોચે આપ્યો આવો જવાબ
52 વર્ષીય કર્સ્ટને કહ્યું, કોચને ટીમમાં દરેક ખેલાડીને સફળતાપૂર્વક સંભાળતા આવડવું જોઈએ.
ડરબનઃ સાઉથ આફ્રિકાના પૂર્વ કોચ અને ટીમ ઈન્ડિયાને 2011માં વર્લ્ડકપ વિજેતા બનાવવામાં કોચ ગેરી કર્સ્ટનનો મોટો હાથ હતો. તેમણે કહ્યું કે, લીડરશિપ પોઝિશન માટે તમારે પહેલા એક ટીમ અને બાદમાં ખેલાડીને સમજવા પડે છે. આસપાસનું વાતાવરણ કેવું છે તે સમજવાની પણ જરૂર હોય છે.
ડેઈલી સને કર્સ્ટનના હવાલાથી લખ્યું કે, કોચ પાસે અનેક સ્કિલ્સ હોવી જોઈએ. જે તેને એક પ્રોફેશનલ ટીમને દરેક વિભાગમાં પૂરી રીતે જોવાનો મોકો આપે છે. જેમાં સેશન અને ટુર્નામેન્ટની તૈયારી, મેન-મેનેજમેન્ટ, ટીમ કલ્ચર બનાવવું, સંબંધ બનાવવા, ખેલાડીની પસંદગી, રણનીતિ અને સપોર્ટ સ્ટાફ, અભ્યાસ, ટ્રેનિંગ સુવિધા જેવી બાબતો સામેલ છે. જે એક ટીમને ઉચ્ચ સ્તર પર સારું કામ કરતી પ્રોફેશનલ ટીમ બનાવે છે.
52 વર્ષીય કોચે કહ્યું, કોચને ટીમમાં દરેક ખેલાડીને સફળતાપૂર્વક સંભાળતા આવડવું જોઈએ. ઉચ્ચ સ્તરનું પ્રદર્શન ખેલાડી કરી શકે તેવો માહોલ બનાવવાની જવાબદારી કોચની હોય છે. કોચ પર ટીમની સફળતાની જવાબદારી હોય છે નહીં કે ખેલાડીઓની સફળતાની.
નેશનલ અને ફ્રેન્ચાઇઝી ટીમના કોચિંગમાં શું અંતર છે તેના પર કર્સ્ટને કહ્યું, બને ટીમોમાં ઘણો ફરક હોય છે. એક તરફ તમારે નેશનલ ટીમમાં સતત ટ્રાવેલ કરવું પડે છે, તમારો પરિવાર સાથે નથી હોતો. જ્યારે ફ્રેન્ચાઇઝી ટીમમાં તમારી પાસે બધું નજીક હોય છે. જેની મદદથી તમે 8 સપ્તાહની અંદર જ સારુ પરિણામ આપી શકો છો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement