અંતિમ ઓવરમાં ભારતને જીત માટે 16 રનની જરૂર હતી. આ ઓવરના પ્રથમ બોલે કાર્તિકે બે રન લીધા હતા પરંતુ તે પછી સતત બે બોલ પર એક પણ રન આવ્યો નહોતો. ત્રીજા બોલે સિંગલ રન મળે તેમ હતો પરંતુ કાર્તિકે કૃણાલને રન લેવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ ચોથા અને પાંચમાં બોલે 1-1 રન આવ્યો હતો.
2/5
કોલિન મુનરોની તોફાની અર્ધી સદીની મદદથી યજમાન ન્યૂઝીલેન્ડે ભારત સામેની ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં ભારતીય ટીમને ચાર રને પરાજય આપ્યો હતો. ન્યૂઝીલેન્ડે રોમાંચક મેચમાં 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 212 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરના અંતે છ વિકેટ ગુમાવી 208 રન બનાવી શકી હતી.
3/5
સાઉથીએ છઠ્ઠો બોલ વાઈડ નાખ્યો હતો. અંતિમ બોલે ભારતને જીત માટે 11 રન આવ્યા હતા ત્યારે કાર્તિકે છેલ્લા બોલે છગ્ગો ફટકાર્યો હતો પરંતુ ભારત મેચ હારી ગયું હતું. આમ કાર્તિકની ભૂલ ભારતીય ટીમને ભારે પડી હતી તેવું સોશિયલ મીડિયમાં મેસેજ વાયરલ થયા છે.
4/5
ભારતીય ટીમે 145 રનના સ્કોરે છ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે કૃણાલ પંડ્યા અને દિનેશ કાર્તિકે દબાણમાં આવ્યા વિના સ્કોરબોર્ડ રોકેટગતિએ વધાર્યું હતું. બંનેએ 4.4 ઓવરમાં 63 રનની ભાગીદારી નોંધાવી હતી. તેમની આ તોફાની ભાગીદારી છતાં ભારત જીતથી ચાર રન દૂર રહી ગયું હતું.
5/5
આ હાર સાથે ભારતના 86 દિવસ લાંબા વિદેશ પ્રવાસનો પણ અંત આવ્યો હતો. 72 રન બનાવનાર કોલિન મુનરો મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો જ્યારે ટીમ સેઈફર્ટને ત્રણ મેચમાં 139 રન બનાવવા બદલ મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.