Neeraj Chopra Marriage: કોણ છે હરિયાણાની હિમાની મોર, જે બની સ્ટાર એથ્લીટ નીરજ ચોપરાની પત્ની
પરંતુ દરેકના મનમાં પ્રશ્ન એ છે કે નીરજ ચોપરાએ જેની સાથે લગ્ન કર્યા છે તે યુવતી કોણ છે

Neeraj Chopra Marriage: ભારતના ભાલા ફેંક સ્ટાર ખેલાડી નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે ગુપ્ત રીતે લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. પરંતુ દરેકના મનમાં પ્રશ્ન એ છે કે નીરજ ચોપરાએ જેની સાથે લગ્ન કર્યા છે તે યુવતી કોણ છે. નોંધનીય છે કે નીરજના લગ્ન હરિયાણાના સોનીપતની રહેવાસી હિમાની મોર સાથે થયા છે.
View this post on Instagram
સ્ટાર ખેલાડી 27 વર્ષીય નીરજે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લગ્નની જાણકારી આપી હતી. નીરજ ચોપરાએ પોતાના લગ્નની તસવીરો પોસ્ટ કરવાની સાથે લખ્યું હતું કે "હું મારા પરિવાર સાથે મારા જીવનનો એક નવો અધ્યાય શરૂ કરું છું. અમને આ ક્ષણ સુધી પહોંચાડનારા દરેક આશીર્વાદ માટે આભારી છું. પ્રેમથી બંધાયેલા, હંમેશા ખુશ રહો,"
કોણ છે હિમાની મોર?
નીરજ ચોપરાની પત્ની હિમાની મોર સોનીપતની છે અને અમેરિકામાં અભ્યાસ કરી રહી છે. ચોપરાના કાકા ભીમે જણાવ્યું કે લગ્ન દેશમાં થયા હતા અને આ કપલ તેમના હનીમૂન માટે રવાના થઈ ગયું છે. તેણે એમ પણ કહ્યું કે હા, લગ્ન બે દિવસ પહેલા ભારતમાં થયા હતા. હું એ જણાવી શકતો નથી કે લગ્ન ક્યાં થયા હતા.
નીરજના મામાએ કહ્યું હતું કે, "છોકરી સોનીપતની છે અને તે અમેરિકામાં અભ્યાસ કરી રહી છે. તેઓ તેમના હનીમૂન માટે દેશની બહાર ગયા છે અને મને ખબર નથી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. અમે તેને આ રીતે જ રાખવા માંગતા હતા."
ટોક્યોમાં ગોલ્ડ જીત્યો
નોંધનીય છે કે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અને પેરિસ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર નીરજ અગાઉ દક્ષિણ આફ્રિકામાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. તેણે ચેક રિપબ્લિકના વર્લ્ડ રેકોર્ડ ધરાવતા ભાલા ફેંકનાર ખેલાડી યાન જેલેઝ્નીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
Neeraj Chopra Marriage: લગ્નના બંધનમાં બંધાયો ભારતનો સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા, જુઓ તસવીરો





















