ઓલરાઉન્ડર હોવાને લીધે તે વધારે ફાયદાકારક સાબિત થયા અને નિદાહાસ ટ્રોફીમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા વિરૂદ્ધ રમવાની તક મળી. બાંગ્લાદેશ વિરૂદ્ધ ટી20 મેચમાં 18મી ઓવરમાં મુસ્તફિર્જુરહમાન માટે બોલિંગ કરતાં 4 ડોટ બોલ માટે તેને યાદ કરવામાં આવે છે. આઈપીએલમાં તે ચેન્નઈ સુપરકિંગ્સ, હૈદ્રાબાદ સનરાઈઝર્સ અને દિલ્હી તરફથી રમી ચૂક્ય ાછે. 2019માં તે હૈદ્રાબાદ સનરાઈઝર્સ તરફથી રમશે.
2/3
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેલબોર્નમાં આજે સીરીઝના ત્રીજા વનડેમાં મોહમ્મદ સિરાજની જગ્યાએ વિજય શંકરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ તેમનું આંતરરાષ્ટ્રીય વનડે ડેબ્યૂ છે. વિતેલા મેચમાં મોહમ્મદ સિરાજના નિરાશાજનક પ્રદર્શનને કારણે કહેવાતું હતું કે ટીમમાં ફેરફાર થશે. હાર્દિક પંડ્યાની અભદ્ર ટિપ્પણીને કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેની જગ્યાએ શંકરની એન્ટ્રી થઈ છે. 27 વર્ષના વિજય શંકર તમિલનાડુ તરફથી રમે છે. તે મિડલ ઓર્ડરના બેટ્સમેન છે. મીડિયમ પેસર હોવાને કારણે તેને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું છે.
3/3
વિજય શંકરે ભારત માટે પાંચ ટી20 મેચ રમ્યો છે. તે ભારતની એ ટીમમાં સારું પ્રદર્શન કરી ચૂક્યા છે. વિજય શંકરના પિતા અને ભાઈ પણ તમિલનાડુ માટે લોઅર ડિવિઝન મેચ રમી ચૂક્યા છે. વિજય શંકરને ઘણી વખત ઈજા થવાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. 2012માં તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. 2014-15ની રણજી સીઝનમાં તે સિલેક્ટર્સની નજરમાં આવી ગયો હતો. તેના શાનદાર પ્રદર્શને તેને ભારતીય એ ટીમમાં સ્થાન અપાવ્યું હતું.