શોધખોળ કરો
ટીમ ઇન્ડિયા કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, ફિટ રહ્યો તો આટલા સમય સુધી રમીશ ક્રિકેટ
1/4

કોહલીએ યુવાનોને મેસેજ આપતાં કહ્યું હતું કે,”અમારા સમયમાં ગેજેટ્સ નહોતાં. હાલ લોકો આઇફોન અને આઇપેડ પર વ્યસ્ત છે. અમારા સમયમાં જો કોઇ પાસે સારી વીડિયો ગેમ હતી તો અમે તેની ઘરે જઇને રમવાનું પ્લાનિંગ કરતાં હતાં. મેં મારૂ નાનપણ રસ્તા અને મેદાન પર અલગ અલગ જગ્યાએ રમતા પસાર કર્યું છે. હું યુવાનોને અપીલ કરીશ કે તેઓ બહાર જઇને રમે અને કોઇને કોઇ રમત રમવાનો પ્રયાસ કરે.”
2/4

કોહલીએ કહ્યું હતું કે,”વારંવાર સુધારામાં કોઇપણ વસ્તુ છુપાયેલી નથી. અનેક લોકોને એ વાતની જરાપણ ખબર નથી કે અમે કેટલી મહેનત કરીએ છીએ. મેં ક્યારેય જોયું નથી કે થાકેલા હોવા છતાં તેમજ 70 ટકા ટ્રેનિંગ લીધા પછી કોઇ ખેલાડી વચમાં જ કહી દે કે બસ હવે મારૂં કામ પૂરું થયું.” તેણે એ પણ જણાવ્યું હતું કે, “હું પણ આવું જ કરવાનો પ્રયાસ કરૂં છું. મારી અંદર પ્રદર્શનની ભૂખ ક્યારેય પૂરી થતી નથી. હું હંમેશા છેલ્લા સમય સુધી પ્રદર્શન કરવા ઇચ્છું છું. નાની વસ્તુઓ પણ મારા માટે મહત્વની છે. જેથી હું દસ વર્ષ ક્રિકેટ રમી શકું.”
Published at : 09 Sep 2017 12:21 PM (IST)
Tags :
Virat KohliView More























