શોધખોળ કરો

Wimbledon 2023 Winner: સાત વખતના ચેમ્પિયન જોકોવિચને હરાવનાર ટેનિસનો નવો બાદશાહ 20 વર્ષીય Carlos Alcaraz કોણ છે?

સ્પેનના ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝે વિમ્બલ્ડન 2023નો ખિતાબ જીત્યો હતો

Who Is Carlos Alcaraz: સ્પેનના ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝે વિમ્બલ્ડન 2023નો ખિતાબ જીત્યો હતો. અલ્કારાઝે ફાઇનલમાં સર્બિયાના સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને હરાવ્યો હતો. નોવાક જોકોવિચે સાત વખત વિમ્બલ્ડનનું ટાઇટલ જીત્યું છે. અલ્કારાઝે પાંચમા સેટમાં જોકોવિચને હરાવીને તેનું પ્રથમ વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું હતું. અલ્કારાઝ સ્પેનિશ ટેનિસ ખેલાડી છે. અલ્કારાઝ હાલમાં એટીપીમાં નંબર વન ખેલાડી છે. અલ્કારાઝે આ પહેલા 19 વર્ષની ઉંમરમાં યુએસ ઓપનનો ખિતાબ જીત્યો હતો.

અલ્કારાઝ સ્પેનના ગામ એલ પાલમારનો વતની છે. તેનો જન્મ 5 મે, 2003ના રોજ થયો હતો. અલ્કારાઝે તેના પિતા દ્વારા ચલાવવામાં આવતા ટ્રેનિંગ ફેસિલિટીમાં ટેનિસમાં મહારથ હાંસલ કરી છે. તેણે અનેક સ્પેનિશ અને યુરોપિયન ચેમ્પિયનશિપ જીતી છે. અલ્કારાઝે તેની પ્રથમ એટીપી મેચ રામોસ વિનોલાસ સામે જીતી હતી જ્યારે તે લગભગ 16 વર્ષનો હતો. ભૂતપૂર્વ વિશ્વ નંબર 1 ખેલાડી જુઆન કાર્લોસ ફેરેરો તેના ટ્રેનર છે. ફેરેરો 15 વર્ષની ઉંમરથી તેની સાથે કામ કરી રહ્યા છે.

અલ્કારાઝ એટીપીમાં નંબર વન રેન્ક મેળવનાર ચોથો સ્પેનિશ ખેલાડી છે. આ પહેલા નડાલ, કાર્લોસ મોયા અને તેના મેન્ટર જુઆન કાર્લોસ ફેરેરો આ રેન્કિંગ હાંસલ કરી ચૂક્યા છે. આ પહેલીવાર નથી કે અલ્કારાઝે નોવાક જોકોવિચને ATP ગેમમાં હરાવ્યો હોય. આ પહેલા તેણે મેડ્રિડ ઓપનની સેમિફાઈનલમાં જોકોવિચને હરાવ્યો હતો. અલ્કારાઝ અને જોકોવિચ વચ્ચે કુલ ત્રણ મેચ રમાઈ છે, જેમાં અલ્કારાજ 2-1થી આગળ છે.

અલ્કારાઝનું આ બીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હતું. આ પહેલા તેણે યુએસ ઓપન 2022નો ખિતાબ જીત્યો હતો. 2022 માં તે રાફેલ નડાલ અને જોકોવિચને હરાવનાર પ્રથમ કિશોર બન્યો હતો. અલ્કારાઝ એટીપીમાં નંબર વન રેન્કિંગ હાંસલ કરનાર સૌથી યુવા ખેલાડી છે. કાર્લોસ અલ્કારાઝે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં નોવાક જોકોવિચને 1-6, 7-6, 6-1, 3-6, 6-4થી હરાવીને વિમ્બલ્ડન 2023 પુરૂષ સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. સ્પેનિશ સ્ટાર અલ્કારાઝનું આ પ્રથમ વિમ્બલ્ડન ટાઈટલ છે. આ અગાઉ,વિમ્બલ્ડનમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન વર્ષ 2021માં આવ્યું હતું. ત્યારબાદ તેને ટાઈટલ મેચમાં રનર અપ બનીને સંતોષ માનવો પડ્યો હતો. 2022માં તે ચોથા સ્થાને હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
Earthquake: કચ્છમાં ફરી ધરતી ધ્રૂજી, ભૂકંપનો આંચકો અનુભવાયો 
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
Embed widget