શોધખોળ કરો
Advertisement
INDvSA: ધોનીના ગ્લવસ પર જોવા મળ્યું અનોખું નિશાન, કોઈ અન્ય ક્રિકેટરની નથી આ તાકાત, જાણો વિગત
ધોનીના ગ્લવસ પર અનોખું નિશાન(પ્રતીક ચિહ્ન) જોવા મળ્યું હતું. જેનો દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકતા નથી. આ બેઝ પેરા કમાન્ડો લગાવે છે. આ બેઝને બલિદાન બેઝના નામથી ઓળખવામાં આવે છે.
નવી દિલ્હીઃ ભારતે બુધવારે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને છ વિકેટથી હાર આપીને ટુર્નામેન્ટમાં વિજય સાથે શરૂઆત કરી હતી. દક્ષિણ આફ્રિકાએ મેચ જીતવા આપેલા 228ના રનના લક્ષ્યાંકને ભારતે 47.3 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારતે યુઝવેન્દ્ર ચહલની 51 રનમાં 4 વિકેટ અને રોહિત શર્માની શાનદાર 122 રનની અણનમ ઈનિંગ વડે મેચ સરળતાથી જીતી લીધી હતી. પરંતુ મેચ દરમિયાન સૌથી વધારે મહેન્દ્ર સિંહ ધોનીના વિકેટકિપિંગ ગ્લવસે સૌને ચોંકાવી દીધા હતા.
ધોનીના ગ્લવસ પર અનોખું નિશાન(પ્રતીક ચિહ્ન) જોવા મળ્યું હતું. જેનો દરેક વ્યક્તિ ઉપયોગ કરી શકતા નથી. આ બેઝ પેરા કમાન્ડો લગાવે છે. આ બેઝને બલિદાન બેઝના નામથી ઓળખવામાં આવે છે.
શું છે બલિદાન બેઝ
પેરાશૂટ રેઝિમેન્ટના વિશેષ બળો પાસે અલગ બેઝ હોય છે, જેને બલિદાનના રૂપમાં ઓળખવામાં આવે છે. આ બેઝમાં બલિદાન શબ્દને દેવનાગરિ લિપિમાં લખ્યો હોય છે. આ બેઝ ચાંદીની ધાતુથી બન્યો હોય છે. આ બેઝ માત્ર પેરા કમાન્ડો જ પહેરી શકે છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટમાં તેની ઉપલબ્ધિઓના કારણે 2011માં સેનાએ માનદ લેફ્ટિનેંટનો રેંક આપ્યો હતો. ધોની આ સન્માન મેળવનારો કપિલ દેવ બાદ બીજો ભારતીય ક્રિકેટર છે.
ધોની યુવાઓનો રોલ મોડલ છે અને તેમને સશસ્ત્ર બળોમાં સામેલ થવા પ્રેરિત કરી શકે છે. આ કારણે તેને માનદ રેંક આપવામાં આવ્યો હતો. ધોની એક પ્રશિક્ષિત પેરાટ્રૂપર છે. તેણે પેરા બેસિકનો કોર્સ કર્યો છે અને પેરાટ્રૂપર વિંગ્સ પહેરે છે.
વર્લ્ડકપ 2019: સાઉથ આફ્રિકા સામે રોહિત શર્મા સહિત આ ખેલાડી રહ્યા જીતના હીરો, જાણો વિગત
રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, ગેહલોત સ્વીકારે હારની જવાબદારી, સચિન પાયલટ બને CM
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement