CWG 2022: આજે ભારત-ઇંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે જામશે સેમિ ફાઇનલનો જંગ, જાણો ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે મેચ
આજે કૉમનેવેલ્થ ગેમ્સની પહેલી મહિલા ક્રિકેટ સેમિ ફાઇનલ મેચ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાશે. જ્યારે બીજી સેમિ ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે.
CWG 2022: ઇંગ્લેન્ડના બર્મિંઘમમાં હાલમાં કૉમનેવેલ્થ ગેમ્સ 2022 ચાલી રહી છે, અહીં આ રમતોમાં આ વખતે મહિલા ક્રિેકેટને સામેલ કરવામાં આવી છે. આજે કૉમનેવેલ્થ ગેમ્સમાં મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે સેમિ ફાઇનલ મેચ રમાશે, જેમાં ફરી એકવાર ઇંગ્લેન્ડ અને ભારતીય ટીમની મહિલાઓ ફાઇનલમાં પહોંચવા માટે પરસેવો પડતી દેખાશે.
આજે કૉમનેવેલ્થ ગેમ્સની પહેલી મહિલા ક્રિકેટ સેમિ ફાઇનલ મેચ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાશે. જ્યારે બીજી સેમિ ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ ચારેય ટીમનુ ગૃપ મેચમાં શાનદાર પ્રદર્શન રહ્યુ છે. કૉમનેવેલ્થ ગેમ્સ ગૉલ્ડ મેડલ માટે તમામ ટીમો પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે બન્ને સેમિ ફાઇનલમાં હારનારી ટીમો રવિવારે બ્રૉન્ઝ મેડલ માટે પ્લેઓફ મેચમાં ટકરાશે. જાણો ભારતીય મહિલા અને ઇંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચેની સેમિ ફાઇનલ મેચ ક્યાંથી ને કેટલા વાગે જોઇ શકાશે લાઇવ......
આની મેચ ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે ? અહીં વાંચો....
1. કૉમનવેલ્થ ગેમ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમની મેચ ક્યારે ને ક્યાં રમાશે ?
આ મેચ આજે એટલે કે, 6 ઓગસ્ટ 2022એ રમાશે, બપોરે 3.30 વાગે શરૂ થશે, બર્મિંઘમના એડબેસ્ટૉન ગ્રાઉન્ડમાં રમાશે.
2. ભારત-ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમોની મેચ કઇ ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવશે ?
આ મેચ સોની ટેન -1 પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
3. શું મેચનું લાઇવ સ્ટ્રીમિંગ પણ થશે ?
જી હા, મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ Sony LIV એપ પર જોઇ શકાશે.
આ પણ વાંચો......
રાજ્યના 55 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?
India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા
Gujarat Rain: રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ
Jamnagar: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં, અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત