શોધખોળ કરો

Jamnagar: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં, અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત

જામનગર: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં જોવા મળશે. સવારે ગુજરાતના મુખ્યમંત્રી તો બપોર બાદ દિલ્હીના મુખ્યમંત્રી જામનગરમાં પહોંચશે. સીએમ ભુપેન્દ્ર પટેલ લમ્પી વાયરસના વેક્સીન સેન્ટરની મુલાકાત લેશે.

જામનગર: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરની મુલાકાત લેશે. સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તો બપોર બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જામનગરમાં પહોંચશે. સીએમ ભુપેન્દ્ર પટેલ લમ્પી વાયરસના વેક્સીન અને સારવાર સેન્ટરની મુલાકાત બાદ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. મનપા સંચાલિત રસીકરણ અને સારવાર કેન્દ્રની પણ મુલાકાત લેશે. લમ્પી ગ્રસ્ત સારવાર લઈ રહેલા પશુ વિભાગની મુલાકાત લેશે. ત્યાર બાદ સીએમ કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. જામનગરમાં સીએમના આગમનને પગલે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. 

તો બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બપોર બાદ ઓશવાલ સેન્ટર ખાતે વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પોતાનો પ્રચાર પ્રસાર પૂર જોશમાં શરૂ કરી દીધો છે. દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ફરી ગુજરાતમાં આવશે અને લોકો સાથે મુલાકાત કરશે.

તો બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે.. આજે 1 વાગે અરવિંદ કેજરીવાલ જામનગર પહોંચશે. 3 વાગ્યે વેપારીઓ સાથે ટાઉનહોલ કાર્યક્રમમાં ભાગ લેશે. સાંજે 5 વાગે વડોદરા પહોંચશે. 7 તારીખે છોટાઉદેપુરના બોડિલીમાં સભા સંબોધશે. બોડેલીમાં ગુજરાતની જનતાને વધુ એક ગેરેંટી આપશે તેવી વાત ઈશુદાન ગઢવીએ કરી હતી.

મફતની રાજનીતિ અંગે પણ ઈશુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. મફતનું કહીને ભાજપના નેતા ગુજરાતીઓનું અપમાન કરે છે. મારા કે તમારા પિતાજી નથી આપવાના. ગુજરાતની જનતાને તેના ટેક્ષના પૈસાનું વળતર આપીશું. સીઆર પાટિલની માનસિકતા ગુજરાત વિરોધી છે. હિમાચલ પ્રદેશમાં વીજળી ફ્રી આપે છે.
હિમાચલ પ્રદેશનો ચૂંટણી ઢંઢેરો નથી વાંચ્યો એવું દીકરાના સોગંદ ખાય. ભાજપના નેતા બધું મફતમાં મેળવે છે.

હું ચૂંટણી લડવા માટે પણ તૈયાર છું

વિધાર્થી નેતા યુવરાજસિંહએ રાજ્યમાં લેવાતી પરીક્ષાઓ અને તેમા ચાલતી ધાંધલીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. સરકારે જેટલી પણ ભરતીમાં ગેરરીતી થઇ છે તેમાં કોઇ નક્કર કાર્યવાહી કરી નથી. સરકાર સિસ્ટમમાં સડો જાણી જોઇને ઇચ્છી રહી છે. સાશકોની સામે હું સક્રિય રાજકારણમાં આવીશ તેવો હુંકાર યુવરાજસિંહે કર્યો છે. ફરી આમ આદમી પાર્ટીમાં સક્રિય થવાનો નિર્ણય યુવરાજસિંહે ક્રયો છે. 15 ઓક્ટોબરની આસપાસ ગાંધીનગર ખાતે યુવા મહાસંમેલન મળશે. આ સંમેલનમાં કેજરીવાલ સહિત વિધાર્થીઓનું હિત જોનાર રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. 50 હજારથી એક લાખ યુવાનો હાજર રહેશે. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી ટિકીટ આપશે તો હું ચૂંટણી લડવા માટે પણ તૈયાર છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
Budget Session 2026: સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી 2 એપ્રિલ સુધી ચાલશે, રવિવારે રજૂ થશે બજેટ 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
'US-ઈન્ડિયા ટ્રેડ ડીલ પર  PM મોદીએ ટ્રમ્પ સાથે 8 વખત વાત કરી', અમેરિકી મંત્રીના દાવાને ભારતે ફગાવ્યા 
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
LIC Jeevan Utsav : માત્ર એક વખત ભરો પ્રીમિયમ, જીવનભર મળશે ગેરંટી સાથે પૈસા!
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office માં ₹7,00,000 રોકાણ કરવા પર ₹3,14,964 મળશે ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા
PM Kisan Yojana: શું આવતા મહિને આવશે 22મો હપ્તો? જાણો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2000 રુપિયા
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
ટ્રમ્પની ધમકી વચ્ચે શેર બજારમાં હાહાકાર, 5 દિવસમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો કડાકો, જાણો  5 કારણો 
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
આગામી 48 કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો રહેશે યથાવત, નલિયા 4.8 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
EPFO: ₹15,000 થી ₹21,000 સુધી વધી શકે છે પગાર મર્યાદા ? જાણો કોને થશે મોટો ફાયદો 
Embed widget