શોધખોળ કરો
Advertisement
ક્રિકેટમાં આ ખેલાડીએ બનાવ્યો ખાસ રેકોર્ડ, બની ગઇ દુનિયાની પહેલી બૉલર, જાણો વિગતે
મેગને 50મી છેલ્લી ઓવરમાં છેલ્લા 3 બૉલ પર હેટ્રિક લીધી, આ સાથે જ મેગન શટે એવું કારનામુ કરી નાંખ્યુ જે ક્રિકેટ ઇતિહાસમાં આજ સુધી કોઇ નથી કરી શક્યુ
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે વનડે સીરીઝની ત્રીજી મેચ એન્ટીગુઆમાં રમાઇ, આ મેચમાં એક અનોખો રેકોર્ડ બન્યો, આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ યજમાન ટીમ વિન્ડીઝને 8 વિકેટે હરાવી. જોકે, મેચમાં ઓસ્ટ્રેલિયન બૉલર મેગન શટે હેટ્રિક લઇને વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો હતો.
આ મેચમાં યજમાન ટીમે પહેલા બેટિંગ કરતાં નિર્ધારિત 50 ઓવરોમાં 180 રન બનાવ્યા, આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની બૉલર મેગન શટે વનડે ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો. ખરેખર, મેગને 50મી છેલ્લી ઓવરમાં છેલ્લા 3 બૉલ પર હેટ્રિક લીધી, આ સાથે જ મેગન શટે એવું કારનામુ કરી નાંખ્યુ જે ક્રિકેટ ઇતિહાસમાં આજ સુધી કોઇ નથી કરી શક્યુ.
મેગન શટ છેલ્લી ઓવરમાં ચોથા બૉલે ચિનલે હેનરી, પાંચમા બૉલે કરિશ્મા રામહાર્ક અને છેલ્લા બૉલ પર અફી ફ્લેચરને પેવેલિયન ભેગા કર્યા હતા. મેગને આ મેચમાં 10 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
આ સાથે જ મેગન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 2 હેટ્રિક લેનારી દુનિયાની પહેલી બૉલર બની ગઇ છે. આ પહેલા તેને માર્ચ 2018માં ભારત વિરુદ્ધ ટી20 મેચમાં આ કારનામુ કર્યુ હતુ. એટલુ જ નહીં મેગન ઓસ્ટ્રેલિયા તરફથી વનડે ક્રિકેટમાં હેટ્રિક લેવા વાળી પહેલી મહિલા અને દુનિયાની 11મી બૉલર બની ગઇ છે.ICYMI: @megan_schutt has claimed a slice of history to become the first woman with two international hat-tricks to her name! https://t.co/jaeUgbwE41 #WatchMe #WIvAUS pic.twitter.com/nBYupZ6K5B
— Australian Women's Cricket Team ???? (@AusWomenCricket) September 12, 2019
Happy days! We’ll be back shortly to chase ???? #AUSvWI pic.twitter.com/dyp6iawcFh
— Australian Women's Cricket Team ???? (@AusWomenCricket) September 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
આરોગ્ય
Advertisement