શોધખોળ કરો

Women’s T-20 World Cup: ફાઈનલમાં વરસાદ પડે અને મેચ રદ્દ થાય તો શું ભારત વિજેતા બનશે ? જાણો વિગતે

ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ટી20 વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયા ટીમ 4 વખત ચેમ્પિયન બની છે અને સતત છઠ્ઠી વખત ફાઇનલમાં પ્રવેશી છે.

મેલબર્નઃ આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં આજે ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ઇન્ટરનેશનલ મહિલા દિવસના અવસર પર રમાનારી ફાઇનલ બપોરે 12.30 કલાકે શરૂ થશે. ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત ટી20 વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચી છે. ઓસ્ટ્રેલિયા ટીમ 4 વખત ચેમ્પિયન બની છે અને સતત છઠ્ઠી વખત ફાઇનલમાં પ્રવેશી છે. ક્રિકેટ પ્રેમીઓના મનમાં છે આ પ્રશ્ન ભારતીય ટીમ સેમિ ફાઇનલ રમ્યા વગર જ ફાઇનલમાં પહોંચી ગઈ હતી. સિજની ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ સેમિ ફાઇનલ વરસાદના કારણે ધોવાઇ ગઈ હતી અને ભારત ગ્રુપ સ્ટેજમાં ટોપ પર હોવાથી સીધો ફાઇનલમાં પ્રવેશ થયો હતો. સેમિ ફાઇનલમાં કોઇ રિઝર્વ ડે ન હોવાથી આમ થયું હતું. પરંતુ જો ફાઇનલ મુકાબલો પણ વરસાદના કારણે રદ્દ થાય તો શું ભારત ચેમ્પિયન બનશે ? તેવો પ્રશ્ન ક્રિકેટ પ્રેમીઓને થઈ રહ્યો છે. 8 માર્ચે મેચ બંધ રહે તો બીજા દિવસે રમાશે કે નહીં ? ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો 8 માર્ચ મેલબર્નમાં વરસાદ કે અન્ય કારણોસર મેચ રમાઈ ન શકે અથવા અધવચ્ચેથી બંધ રહે તો બીજા દિવસે એટલે કે 9 માર્ચે મેચ જ્યાંથી અટકી હશે ત્યાંથી શરૂ થશે. જો 8 માર્ચે મેચ શરૂ જ ન થાય તો 9 માર્ચે મુકાબલો રમાશે. શું છે ICCનો નિયમ ? જો 8 અને 9 માર્ચ બંને દિવસ વરસાદ કે અન્ય કારણોસર મેચ ન રમાઇ તો આઈસીસીના નિયમ પ્રમાણે બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરાશે. ગાઈડલાઈન્સ પ્રમાણે જો મેચ ટાઇ થયા બાદ સુપર ઓવરમાં જાય પરંતુ હવામાન અનુકૂળ ન હોવાના કારણે સુપર ઓવરની રમત શક્ય ન બને તો પણ બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરાશે. અમેરિકામાં વધી રહ્યા છે કોરોનાના કેસ, ન્યૂયોર્કમાં જાહેર કરાઈ ઈમરજન્સી દક્ષિણ આફ્રિકા સામે વન ડે સીરિઝ માટે આજે ટીમ ઈન્ડિયાની થઈ શકે છે જાહેરાત, આ દિગ્ગજ ખેલાડી કરશે વાપસી Yes Bank ના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે કોઈપણ ATMમાંથી ઉપાડી શકશે રૂપિયા મહિલા T20 વર્લ્ડકપઃ આજે ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યાSabarkantha News: હિંમતનગરમાં બાળતસ્કરી કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget