શોધખોળ કરો
Advertisement
Yes Bank ના ગ્રાહકો માટે મોટા સમાચાર, હવે કોઈપણ ATMમાંથી ઉપાડી શકશે રૂપિયા
યસ બેંક દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક પૈકીની એક છે. દેશભરમાં બેંકની 1000 શાખા અને 1800 એટીએમ છે. બેંકની હેડ ઓફિસ મુંબઈમાં છે.
મુંબઈ: યસ બેન્કના સંસ્થાપક અને પૂર્વ સીઈઓ રાણા કપૂરની ઈડીએ ધરપકડ કરી છે. રાણા કપૂરની 31 કલાક લાંબી પૂછપરછ બાદ સવારે ચાર વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ રાણા કપૂરને આજે સવારે પ્રીવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ કોર્ટ(પીએમએલએ) કોર્ટમાં રજૂ કરાશે. આ પહેલા શનિવારે ઇડીએ રાણાના દિલ્હી અને મુંબઈમાં કેટલાક ઠેકાંણા પર દરોડા પાડ્યા હતા.
યસ બેંકે તેના ગ્રાહકોને મોટી રાહત આપતા કોઈપણ બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની મંજૂરી આપી દીધી છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલી યસ બેંકે ત્રણ દિવસ પહેલા આ સુવિધા તેમના ખાતાધારકો માટે બંધ કરી દીધી હતી. પરંતુ શનિવારે રાત્રે બેંક દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું કે, હવે તેમના ગ્રાહકો કોઈપણ એટીએમમાંથી રૂપિયા ઉપાડી શકે છે.ED arrests Yes Bank founder Rana Kapoor under money laundering charges in Mumbai: Officials
— Press Trust of India (@PTI_News) March 8, 2020
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 30 દિવસ માટે યસ બેંકના બોર્ડને સસ્પેન્ડ કરી દીધું છે. જે બાદ હવે ઈડીની કાર્યવાહી કરવામાં આવી છે. બેંકે ખાતાધારકનો એક મહિનામાં માત્ર 50,000 રૂપિયા ઉપાડવાની જ મંજૂરી આપી છે. વિશેષ પરિસ્થિતિઓમાં પૈસા ઉપાડવાની મર્યાદા પાંચ લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. જેમ કે અભ્યાસ, સારવાર અને લગ્ન માટે વધુ રકમ ઉપાડી શકાશે. યસ બેંક દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક પૈકીની એક છે. દેશભરમાં બેંકની 1000 શાખા અને 1800 એટીએમ છે. બેંકની હેડ ઓફિસ મુંબઈમાં છે. બેંક મહિલીઓ માટે Yes Grase Branch ચલાવે છે. જેમાં માત્ર મહિલા કર્મચારી છે. 26/11ના મુંબઈ હુમલા બાદ શરૂ થઈ Yes Bankની પડતી, જાણો વિગતે મહિલા T20 વર્લ્ડકપઃ આજે ભારત-ઓસ્ટ્રેલિયા ફાઈનલ, જાણો કેટલા વાગે શરૂ થશે મેચYou can now make withdrawals using your YES BANK Debit Card both at YES BANK and other bank ATMs. Thanks for your patience. @RBI @FinMinIndia
— YES BANK (@YESBANK) March 7, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement