World Athletics Championship 2023: આજે ઈતિહાસ રચવા મેદાનમાં ઉતરશે નિરજ ચોપડા, ગોલ્ડ મેડલથી એક ડગલું દૂર
Neeraj Chopra World Athletics Championships 2023 javelin throw final: વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ના છેલ્લા દિવસે ભારત 5 મેડલ જીતી શકે છે. આજે નીરજ ચોપરા ભાલા ફેંકમાં ગોલ્ડ જીતી શકે છે.
Neeraj Chopra World Athletics Championships 2023 javelin throw final: વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023ના છેલ્લા દિવસે ભારત 5 મેડલ જીતી શકે છે. આજે નીરજ ચોપરા ભાલા ફેંકમાં ગોલ્ડ જીતી શકે છે. આ સાથે ટ્રેક ઈવેન્ટમાં 4x400 મીટર રિલે અને સ્ટીપલચેસની ફાઈનલ પણ છે.
It's Arshad Nadeem vs Neeraj Chopra in the final tonight! Pakistan vs India once again, it's Commonwealth Games champion vs Olympics winner! The event starts 11PM PKT 🇵🇰🇮🇳🔥🔥
Who will win the Gold Medal tonight? 👀 #WorldAthleticsChamps #WorldAthleticsChampionships2023 pic.twitter.com/wareLQJU1a— Farid Khan (@_FaridKhan) August 27, 2023
તમને જણાવી દઈએ કે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ભારતે અત્યાર સુધી એક પણ મેડલ જીત્યો નથી. જો કે છેલ્લા દિવસે ભારત પાસે પાંચ મેડલ જીતવાની તક છે. બુડાપેસ્ટમાં રમાઈ રહેલી આ ચેમ્પિયનશિપમાં આજે બધાની નજર નીરજ ચોપરા પર રહેશે. નીરજ ઉપરાંત વધુ બે ભારતીયો ડીપી મનુ અને કિશોર જેના પણ ભાલા ફેંકની ફાઇનલમાં છે.
4x400 મીટર રિલેની પણ ફાઈનલ છે
જ્યાં નીરજ ચોપરા ભાલા ફેંકમાં ગોલ્ડ મેળવી શકે છે. 4x400 મીટર રિલેની ફાઇનલ પણ છે. ભારતીય પુરુષોની 4x400m રિલે ટીમે રાષ્ટ્રીય રેકોર્ડ સાથે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. મોહમ્મદ અનસ, અમોજ જેકબ, મુહમ્મદ અજમલ અને રાજેશ રમેશની ટીમ ગોલ્ડ મેડલ જીતી શકે છે. આ સાથે ભારતની ટીમ સ્ટીપલચેઝની ફાઇનલમાં ઉતરશે.
આ મેચો કેટલા વાગ્યે શરૂ થશે
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ 2023માં ભાલા ફેંક ઈવેન્ટની ફાઈનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 11:45 વાગ્યે શરૂ થશે. બીજી તરફ, પારુલ ચૌધરીની સ્ટીપલચેઝ ફાઈનલ 28 ઓગસ્ટે બપોરે 12:35 વાગ્યે શરૂ થશે અને પુરુષોની રિલે ફાઈનલ બપોરે 1:07 વાગ્યે શરૂ થશે.
#WATCH | Haryana: Ahead of the World Athletics Championship 2023 Men's Javelin Final, Olympic champion Neeraj Chopra's father Satish Kumar says, "This is a very proud moment for our village and the country. I had a conversation with Neeraj, he is very confident..." pic.twitter.com/rZFHsj8O6c
— ANI (@ANI) August 27, 2023
લાઈવ ક્યાં જોવું?
તમે સ્પોર્ટ્સ 18 પર વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023 ની તમામ ઇવેન્ટ્સ જોઈ શકો છો. તો બીજી તરફ, તમે Jio સિનેમા એપ્લિકેશન પર લાઇવ સ્ટ્રીમ કરી શકો છો.